f St. Louis, Missouri,U.S. May 16, 2025. REUTERS/Lawrence Bryant

અમેરિકાના કેન્ટુકી, મિસોરી, વર્જિનિયા  સહિતના મધ્યપશ્ચિમના રાજ્યોમાં ટોર્નેડો સહિતના વિનાશક તોફાની વાવાઝોડામાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયાં હતાં અને ડઝનબંધ ઘાયલ થયા હતાં. દક્ષિણપૂર્વ કેન્ટુકીમાં હજારો ઘરોમાં વીજળી ગુલ થઈ હતી અને મકાનોને ભારે નુકસાન થયું હતું. કેન્ટુકીમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા હતાં.

કેન્ટુકી ગવર્નર એન્ડી બેશિયરે શનિવારે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ટોર્નેડો સહિતના ગંભીર હવામાનથી આશરે 18 લોકોના મોત થયા હતાં અને મૃત્યુઆંકમાં વધારો થવાની ધારણા છે. ગઈ રાત્રીના તોફાનમાં આ જાનહાની અને વિનાશ થયો હતો. અગાઉ લોરેલ કાઉન્ટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે દક્ષિણપૂર્વ કેન્ટુકીમાં વાવાઝોડાના કારણે નવ લોકોના મોત થયા હતાં. શુક્રવારે મોડી રાત્રે વાવાઝોડાને કારણે લોરેન કાઉન્ટીમાં ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા હતાં. ઘણા મકાનો તૂટી પડ્યાં હતાં અને કારો પણ પલટી ગઇ હતી.

શેરિફ જોન રૂટના કાર્યાલયે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં બચી ગયેલા લોકોની શોધખોળ ચાલુ છે. સ્થાનિક હાઇસ્કૂલમાં એક ઇમર્જન્સી આશ્રયસ્થાન ઊભું કરાયું છે તથા ખોરાક અને અન્ય જરૂરિયાતોનું દાન ચાલુ થયું હતું.

શુક્રવારે બનેલી વેધર સિસ્ટમને કારણે તોફાન આવ્યું હતું. શુક્રવારે મિસોરીમાં સાત લોકોના મોત થયા હતાં. વેધર સિસ્ટમથી વિસ્કોન્સિનમાં પણ વાવાઝોડા સર્જાયા હતાં, જેના કારણે ગ્રેટ લેક્સ રિજનમાં લાખો ગ્રાહકો વીજળી વગર રહ્યાં હતાં અને ટેક્સાસમાં ભયંકર ગરમીનું મોજું આવ્યું હતું.

સેન્ટ લૂઇસના મેયર કારા સ્પેન્સરે તેમના શહેરમાં પાંચ લોકોના મોતની પુષ્ટિ કરીને કહ્યું હતું કે 5,000થી વધુ ઘરોને નુકસાન થયું હતું. મધ્યરાત્રીના સમયે મોટાભાગે ગ્રામીણ વિસ્તારોમાં ત્રાટકેલા વાવાઝોડાની અસર લંડન કોર્બિન એરપોર્ટ સુધી જોવા મળી હતી. લંડનના મેયર રેન્ડલ વેડલને જણાવ્યું હતું કે આજે રાત્રે અહીં જીવન હંમેશા માટે બદલાઈ ગયું છે. આપણે સાથે મળીને સમુદાય માટે પ્રાર્થના કરીએ તેનો આ સમય છે. આજે રાત્રે મેં અહીં જે જોયું તે મેં ક્યારેય વ્યક્તિગત રીતે જોયું નથી. ત્યાં ઘણો વિનાશ સર્જાયો છે.

LEAVE A REPLY