ભારત સરકારે વર્તમાન યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્તર અને પશ્ચિમ ભારતના વિવિધ રાજ્યોમાં આવેલા 32 એરપોર્ટસને હંગામી ધોરણે બંધ રાખવાની જાહેરાત કરી હતી. આ અંગે એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) અને સંબંધિત ઉડ્ડયન સત્તાવાળાઓએ એરમેન (NOTAM) ને નોટિસ ઇસ્યુ કરી છે. 14 મે સુધી તમામ નાગરિક ઉડાન કામગીરી માટે આ 32 એરપોર્ટને કામચલાઉ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ NOTAMથી જે એરપોર્ટ પ્રભાવિત થશે તેમાં અધમપુર, અંબાલા, અમૃતસર, અવંતિપુર, ભટિંડા, ભુજ, બિકાનેર, ચંદીગઢ, હલવારા, હિંન્ડન, જેસલમેર, જમ્મુ, જામનગર, જોધપુર, કંડલા, કાંગડા (ગગ્ગલ), કેશોદ, કિશનગઢ, કુલ્લુ, મનાલી (ભુન્ટાર), લેહ, લુધિયાણા, મુન્દ્રા, નલિયા, પઠાણકોટ, પટિયાલા, પોરબંદર, રાજકોટ (હિરાસર), સરસવા, શિમલા, શ્રીનગર, થોઇસ અને ઉત્તરલાઈ એરપોર્ટનો સમાવેશ થાય છે.
આ સમયગાળા દરમિયાન આ એરપોર્ટ પર તમામ નાગરિક ઉડાન કામગીરી સ્થગિત રહેશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ દિલ્હી અને મુંબઈ ફ્લાઇટ ઇન્ફોર્મેશન રિજન (FIR) માં એર ટ્રાફિક સર્વિસ (ATS) રૂટના 25 વિભાગોના હંગામી બંધને પણ સંચાલન સંબંધિત કારણોસર લંબાવ્યો છે.
એરલાઇન્સ અને ફ્લાઇટ ઓપરેટરોને હાલની એર ટ્રાફિક સલાહ મુજબ વૈકલ્પિક રૂટનું આયોજન કરવાની સલાહ આપવામાં આવી છે. સલામતી સુનિશ્ચિત કરવા અને વિક્ષેપ ઓછો કરવા માટે સંબંધિત ATC એકમો સાથે સંકલન કરીને કામચલાઉ બંધનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY