પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)એ યુરોપમાં લક્ઝમબર્ગના બોગસ વિઝા આપીને ૪૦થી વધુ લોકોને છેતરપિંડી કરવાના આરોપમાં ચાર વ્યક્તિઓની ધરપકડ કરી હતી.

એટીએસના એક નિવેદનમાં શુક્રવારે જણાવાયું છે કે ધરપકડ કરાયેલા વ્યક્તિઓમાં મુંબઈના રહેવાસી તબરેઝ કાશ્મીરી અને તેના સાથીઓ મયંક ભારદ્વાજ, તેજેન્દ્ર ઉર્ફે કિશન ગજ્જર અને મનીષ પટેલનો સમાવેશ થાય છે, જે તમામ ગાંધીનગર અને અમદાવાદના રહેવાસી છે. તેમની છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજોના આરોપમાં ધરપકડ કરાઈ હતી.

લોકોને બોગસ વિઝા આપતી ગેંગ અંગેની ચોક્કસ માહિતીના આધારે ATSએ પ્રાથમિક તપાસ શરૂ કરી હતી તથા ભારદ્વાજ અને ગજ્જરને પૂછપરછ માટે બોલાવ્યા હતાં. પૂછપરછ દરમિયાન, બંનેએ કબૂલ્યું હતું કે તેમણે ચાર વ્યક્તિઓ પાસેથી લક્ઝમબર્ગ વિઝા આપવાનું વચન આપીને 8 લાખથી 12 લાખ રૂપિયા સુધીની ફી લીધી હતી. મનીષ પટેલ ગ્રાહકો લાવતો હતો, જ્યારે તબરેઝ વિઝા મંજૂરીની કામગીરી સંભાળતો હતો.

ગ્રાહકોને માન્ય વિઝા આપવાના તેમના દાવાની ચકાસણી કરવા માટે ATSએ આવા પાંચ વિઝા નવી દિલ્હી સ્થિત લક્ઝમબર્ગના દૂતાવાસને ચકાસણી માટે મોકલ્યા હતાં. દૂતાવાસે ATSને જાણ કરી હતી કે આ વ્યક્તિઓના વિઝા સાચા નથી

LEAVE A REPLY