રાજસ્થાનના સીકરમાં બસ અને ટ્રક વચ્ચે મંગળવાર, 19 ડિસેમ્બરની રાત્રે થયેલા અકસ્માતમાં ગુજરાતના વલસાડ જિલ્લાના ચાર લોકોના મોત થયા હતાં અને 27 મુસાફરો ઘાયલ થયા હતા. ઘાયલોમાંથી સાત મુસાફરોની હાલત ગંભીર હતી. વલસાડ જિલ્લાના લગભગ 50 યાત્રાળુઓ એક ખાનગી લક્ઝરી બસમાં વૈષ્ણોદેવી મંદિર અને રાજસ્થાન પ્રવાસ માટે નીકળ્યાં હતાં.
સ્લીપર બસ બિકાનેરથી જયપુર તરફ જઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતમાં ચાર લોકોના મોત થયાં હતાં. ૧૫ ઘાયલોને સીકર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. ૧૩ ઘાયલોને ફતેહગઢ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સીકર જિલ્લા હોસ્પિટલમાંથી જયપુરની એસએમએસ હોસ્પિટલમાં રિફર કરાયેલા એક ગંભીર ઘાયલ વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું
આ દરમિયાન તેઓ રાજસ્થાનના બિકાનેર હાઇવેથી ખાટુશ્યામ જઈ રહ્યા હતા. સીકર નજીક આ અકસ્માત થયો હતો. ડ્રાઇવર અને આગળ બેઠેલા પોલીસકર્મીનું પણ મૃત્યુ થયું હતું.














