(Photo by Pascal Le Segretain/Getty Images for Lexus)

ચેનલ 4એ તેના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) તરીકે પ્રિયા ડોગરાની નિયુક્તિ કરી છે. ચેનલ 4 તેની નવી પ્રોગ્રામ વ્યૂહરચના સાથે સમગ્ર બિઝનેસમાં મોટા માળખાકીય ફેરફારો માટે તૈયારી કરી રહી છે ત્યારે તેના બોર્ડે આ નિર્ણય કર્યો હતો. પ્રિયા માર્ચ 2026માં ચેનલ 4માં જોડાશે. જોનાથન એલન ત્યાં સુધી વચગાળાના CEOની ભૂમિકામાં રહેશે. તેઓ ચેનલ 4ના 43 વર્ષના ઇતિહાસમાં તેના આઠમા ચીફ એક્ઝિક્યુટિવ બનશે.

ડોગરા આશરે 20 વર્ષથી વધુનો યુએસ, યુરોપ અને યુકેમાં ટેલિવિઝન ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવે છે. ચેનલ-4 તેમને સ્કાયમાંથી ખેંચી લાવી છે. સ્કાયમાં તેઓ જાહેરાત, ડેટા અને નવા આવક પ્રવાહોની દેખરેખ રાખતા હતાં. તે પહેલાં તેમણે 14 વર્ષ ટાઇમ વોર્નર, વોર્નરમીડિયા અને બાદમાં વોર્નર બ્રધર્સ ડિસ્કવરીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
ચેનલ 4ના ચેરમેન જ્યોફ કૂપરે તેમને “એક ઉત્કૃષ્ટ એક્ઝિક્યુટિવ” ગણાવ્યાં હતાં અને કોમર્શિયલ ગ્રોથ અને અને ડિજિટલ પરિવર્તનમાં તેમના રેકોર્ડનો ઉલ્લેખ કર્યો હતો.

ચેનલ 4એ ગયા વર્ષે ડિજિટલ-ફર્સ્ટ યોજના તૈયાર કરી હતી. આ યોજનાનો હેતુ ઓછા કર્મચારીઓ અને ઓનલાઈન જોવા માટે બનાવેલ માળખું સાથે સાથે કંપનીનું પબ્લિક સર્વિસ સ્ટ્રીમરમાં પરિવર્તન કરવું. આ યોજનામાં લંડન બહાર વધુ પ્રોડક્શન, નવી ઓફિસની યોજનાઓ અને ઓછી નાની ચેનલોનો સમાવેશ થાય છે. ચેનલ 4 તેના દ્વારા શરૂ કરાયેલા શો પર વધુ નિયંત્રણ ઇચ્છે છે. મીડિયા એક્ટમાં ફેરફારો પછી પ્રથમ વખત ઇન-હાઉસ પ્રોડક્શનમાં ફેરફારનો સમાવેશ થાય છે. ડોગરા સ્ટ્રેટેજી અને ઇન્વેસ્ટમેન્ટનું બેકગ્રાઉન્ડ ધરાવે છે, જે આ યોજના સાથે સંપૂર્ણ રીતે બંધબેસે છે. તેઓ મર્જર, એક્વિઝિશન અને કોર્પોરેટ પ્લાનિંગનો અનુભવ ધરાવે છે.

 

LEAVE A REPLY