સાઉથ આફ્રિકામાં ગુરુવારે ઇસ્ટરની ઉજવણી માટે પ્રવાસીઓને લઈને જઈ રહેલી બસ એક પહાડી પૂલથી નીચે ખાબકી હતી. આ પૂલથી પડ્યા પછી બસમાં આગ લાગી ગઈ હતી. આ અકસ્માતમાં 45 લોકોનાં મોત થયાં છે. આ બસ પડોશી દેશ બોત્સવાનાથી મોરિયા શહેર જઈ રહી હતી. લિમ્પોપો પ્રાંતના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માતમાં માત્ર એક કિશોરી જીવિત બચી છે, જે સારવાર હેઠળ છે અને તેને ગંભીર ઇજા થઈ છે.
પરિવહન વિભાગે જણાવ્યું હતું કે બસ ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો. બસ એક બ્રિજ પર લગાવેલા બેરિયર્સ સાથે ધડાકાભેર અથડાઈ અને પછી પલટી ગઈ હતી, પછી તેમાં આગ લાગી હતી.
લિમ્પોપો પ્રાંતીય સરકારે જણાવ્યું હતું કે, સર્ચ ઓપરેશન ચાલુ છે, પરંતુ ઘણા મૃતદેહો એટલી ખરાબ રીતે દાઝી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ છે અને તેઓ હજુ પણ બસમાં ફસાયેલા છે.

LEAVE A REPLY

seventeen − ten =