અમેરિકામાં પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયેલા જો બિડેન ભારતના પાંચ મિલિયન સહિત આશરે 11 મિલિયન અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટને અમેરિકન નાગરિકત્વ આપવાની રૂપરેખા તૈયાર કરશે. બિડેન વહીવટીતંત્ર વાર્ષિક શરણાર્થીની લઘુતમ સંખ્યા વાર્ષિક 95,000 કરે તેવી પણ શક્યતા છે, એમ બિડેન કેમ્પેઇનને જારી કરેલા પોલિસી ડોક્યુમેન્ટમાં જણાવાયું છે.

પોલિસી ડોક્યુમેન્ટમાં જણાવ્યા અનુસાર બિડેન ઇમિગ્રેશન સુધારા માટે કોંગ્રેસ સાથે કામગીરી હાથ થશે અને સિસ્ટમને આધુનિક બનાવશે. આ સુધારામાં ભારતના 500,000 સહિત આશરે 11 મિલિયન અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સને સિટિઝનશીપ આપવાની રૂપરેખા દ્વારા પરિવારોને એક કરવાની બાબત પર પ્રાથમિકતા આપવામાં આવશે. બિડેન વહીવટીતંત્ર અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમના મુળ સિદ્ધાંતમાં પરિવાર આધારિત ઇમિગ્રેશન અને પરિવારની એકતાની જાળવણી રહેશે. નવી સરકાર ફેમિલી વિઝા બેકલોગમાં ઘટાડો કરવાની બાબતને પણ પ્રાથમિકતા આપશે.

બિડેન DACA (ડિફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહૂડ એરાઇવલ્સ) પ્રોગ્રામને ફરી ચાલુ કરીને ડ્રીમર્સ માટેની અનિશ્ચિતતાને દૂર કરશે તથા પરિવારને વિભાજન સામે રક્ષણ આપવા તમામ કાનૂની વિકલ્પોની ચકાસણી કરશે. તેઓ વર્કપ્લેસ દરોડાનો અંત લાવશે અને બીજા સંવેદનશીલ લોકેશન્સને ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ એક્શનથી બચાવશે. ઓબામા સરકારે અમેરિકામાં DACA પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો. DACAના લાભાર્થીને અમેરિકામાં ડ્રીમર્સ કહેવામાં આવે છે. આ પ્રોગ્રામ હેઠળ બાળક તરીકે અમેરિકામાં લાવવામાં આવેલા વ્યક્તિની ગેરકાયદે હાજરીને છૂટ મળતી હતી. ટ્રમ્પ સરકારે 2017માં DACA પ્રોગ્રામ બંધ કર્યો હતો

પોલિસી ડોક્યુમેન્ટમાં જણાવ્યા અનુસાર બિડેન ગ્રીન કાર્ડ હોલ્ડર્સ માટે નેચરાલાઇઝેશન પ્રોસેસને ફરી ચાલુ કરશે. રોજગારી આધારિત વિઝા ગ્રીન કાર્ડ તરીકે પણ ઓળખાય છે અને તેનાથી માઇગ્રન્ટ્સ અમેરિકામાં કાયદેસર કાયમી વસવાટ કરી શકે છે. બિડેન સૌ પ્રથમ વેતન અને કામદારોના રક્ષણ માટે હાઇ સ્કીલ, સ્પેશ્યાલિટી જોબ માટે ટેમ્પરરી વિઝા સિસ્ટમમાં સુધારો કરવાને સમર્થન આપશે. આ પછી વિઝાની સંખ્યામાં વધારો કરશે. તેઓ રોજગારી આધારિત ગ્રીનની મર્યાદાને દૂર કરી શકે છે. તેનાથી ભારતના પરિવારોએ લાંબો સમય રાહ જોવી પડશે નહીં. બિડેન વહીવટીતંત્ર મુસ્લિમ બાનને નાબૂદ કરશે. પ્રેસિડન્ટ ટ્રમ્પ વિવાદાસ્પદ ટ્રાવેલ પ્રતિબંધ લાદ્યો હતો, જેને ટીકાકારો મુસ્લિમ બાન તરીકે ઓળખાવતા હતા.