પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કોરોના રોગચાળો અને શિયાળામાં થતા પ્રદૂષણને કારણે ભારતની રાજધાની નવી દિલ્હી પછી હવે હરિયાણા અને મહારાષ્ટ્ર સરકારે પણ ફટાકડા પર પ્રતિબંધ જાહેર કર્યો હતો. સોમવારે મુંબઇ મહાનગર પાલિકા (બીએમસી)એ આ જાહેરાત કરતાં કહ્યું હતું કે ખાનગી સોસાયટીમાં સાદા ફટાકડા માત્ર 14 નવેંબરે (કાળી ચૌદશે) ફોડી શકાશે. એ સિવાય જાહેર સ્થળે કોઇ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં.

જોકે દિલ્હીની જેમ મહારાષ્ટ્ર રાજ્ય સરકારે ફટાકડા ફોડતાં પકડાય એવા લોકોને કોઇ સજા કરવામાં આવશે કે કેમ એની જાહેરાત કરી નથી. હરિયાણા સરકારે પણ દિવાળી અને બેસતા વર્ષે માત્ર રાત્રે આઠથી દસ ફટાકડા ફોડવાની છૂટ આપી હતી. એ સિવાય ફટાકડા ફોડવા પર પ્રતિબંધ જાહેર કર્યો હતો.