નવી દિલ્હીના તિહાર જેલ સંકુલમાં વેક્સીનેશન અભિયાન PTI Photo/Kamal Singh)

ગુજરાતમાં 29 જુલાઈ સુધીમાં વેક્સિનેશન માટે પાત્રતા ધરાવતા વ્યક્તિઓ પૈકી ૫૦% કરતાં વધુ વ્યક્તિઓ કોરોના રસી લઇ ચૂક્યા છે. રાજ્યમાં કુલ ૩.૨૬ કરોડ ડોઝ રસીકરણ કરાયું છે. જેમાં ૨.૪૮ કરોડ વ્યક્તિઓ દ્વારા પ્રથમ ડોઝ અને ૭૭.૫૭ લાખ વ્યક્તિઓ દ્વારા બંને ડોઝ લેવાયા છે. ગુજરાતમાં ગુરુવારે ૪.૩૯ લાખ વ્યક્તિઓને કોરોના રસી આપવામાં આવી હતી. એક જ દિવસ દરમિયાન સૌથી વધુ વ્યક્તિઓનું રસીકરણ કરાયું હોય તેવા દેશના રાજ્યોમાં મધ્યપ્રદેશ ૭.૧૪ લાખ સાથે મોખરે, ગુજરાત ૪.૨૫ લાખ સાથે બીજા, ઉત્તર પ્રદેશ ૪.૨૪ લાખ સાથે ત્રીજા, રાજસ્થાન ૪.૧૩ લાખ સાથે ચોથા અને મહારાષ્ટ્ર ૩.૬૪ લાખ સાથે પાંચમાં સ્થાને છે.

ગુજરાતમાં અત્યારસુધી કુલ ૩.૨૬ કરોડ લોકો કોરોના રસી લઇ ચૂક્યા છે. જેમાં કુલ લક્ષિત વ્યક્તિઓ એટલે કે ૧૮થી વધુ વયની વ્યક્તિઓમાં ૫૦ ટકા કરતાં વધુ વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. ગુજરાતમાં કોરોના વેક્સિન લેનારામાંથી ૧.૭૭ કરોડ પુરુષ અને ૧.૪૮ કરોડ મહિલાઓ છે.૧૮-૪૪ વયજૂથમાંથી ૧.૪૦ કરોડ, ૪૫-૬૦ વયજૂથમાંથી ૧.૦૭ કરોડ અને ૬૦થી વધુ વયજૂથમાંથી ૭૮.૬૬ લાખ દ્વારા કોરોના વેક્સિન લેવાઇ છે.