એસેક્સ, લંડન અને ઇસ્ટબોર્નમાં સંયુક્ત ઓપરેશન આદરીને સ્ટલેન્ડ પોલીસે મોટી રકમની છેતરપિંડી કરવાના આરોપમાં ભારતીય મૂળના છ પુરુષો અને એક મહિલાની ધરપકડ કરી કોર્ટમાં આરોપ મૂક્યો છે.

સ્કોટલેન્ડના સાઉથ લેનાર્કશાયરમાં એક વૃદ્ધ મહિલાએ મે અને ઓગસ્ટ, 2023 વચ્ચે સાત આંકડાની રકમની ચોરી કર્યા બાદ તપાસના ભાગ રૂપે આ ધરપકડો કરવામાં આવી હતી.

પોલીસ સ્કોટલેન્ડના અધિકારીઓએ નેશનલ ક્રાઈમ એજન્સીના નેશનલ ઈકોનોમિક ક્રાઈમ સેન્ટર અને વિવિધ પોલીસ દળોની મદદ લઇ લંડનના ઈસ્ટબોર્ન, સ્ટેનસ્ટેડ, ડેગનહામ અને ઈસ્ટ હામમાંથી ધરપકડો કરી હતી.

પોલીસે લંડનના મુકેશ વિપ્પનાપેલ્લી (ઉ.વ. 41), વાગેસન સુનમુગરાજા, (ઉ.વ. 50) અને સુનીલ થેથ (ઉ.વ. 39) 27 ડિસેમ્બરે નોર્થ લેનાર્કશાયરમાં એરડ્રી શેરિફ કોર્ટમાં હાજર કર્યા હતા. તેમના કથિત સાથીદારો હફીઝા સમરીન (ઉ.વ. 34) અને ઈસ્ટબોર્નના ઉમર મોહમ્મદ (ઉ.વ. 39) પણ સુનાવણી દરમિયાન હાજર થયા હતા. જે તમામ પર “કપટી યોજના”નો આરોપ મૂકાયો હતો.

 

LEAVE A REPLY

two + nineteen =