કોંગ્રેસના પીઢ નેતા અહેમદ પટેલના પાર્થિવ દેહને બુધવારે વડોદરા એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો અને તેમના વતનમાં અંતિમક્રિયા કરવામાં આવી હતી. (PTI Photo)

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પાર્થિવ દેહની અંકલેશ્વર તાલુકા પિરામણ ગામમાં આવેલા કબ્રસ્તાનમાં તેમના માતા-પિતાની કબરની બાજુમાં ગુરુવારે દફનવિધિ કરવામાં આવી હતી.

અહેમદ પટેલનું બુધવારે દિલ્હીની હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેમના પાર્થિવ દેહને ખાસ ચાર્ટર પ્લેન દ્રારા વડોદરા એરપોર્ટ પર લવાયો હતો અને પછી પાર્થિવ દેહને તેમના ગામ દેહ વતન પિરામણ લઇ જવાયો હતો. સુન્ની વહોરા મુસ્લિમ જમાતના કબ્રસ્તાનમાં અહેમદ પટેલની અંતિમ વિધિ શરૂ કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અહેમદ પટેલના પાર્થિવ દેહને કાંધ આપી હતી. કબ્રસ્તાનની બહાર હજારોની સંખ્યામાં લોકોનો જમાવડો થયો હતો. જોકે કબ્રસ્તાનમાં 50 લોકોને જવાની મંજૂરી હોવાથી લોકો અંતિમ દર્શન માટે અંદર જઇ શક્યા નહોતા.અહેમદ પટેલની અંતિમવિધિમાં છત્તીસગઢના CM ભુપેશ બઘેલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ અને કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલા પણ કબ્રસ્તાન ખાતે પહોંચ્યા હતા.