યુકેના તાજેતરના ઇમિગ્રેશન ડેટા મુજબ યુકેમાં નેટ ઇમિગ્રેશનમાં 80 ટકાની જંગી ઘટાડો થયો છે. જૂન 2025માં પૂરા થયેલા વર્ષમાં 2023માં યુકે છોડનારા લોકોમાં ભારતીયો ટોચ પર રહ્યાં હતાં. જુલાઈ 2024થી જૂન 2025ના ગાળામાં કુલ 74,000 ભારતીયોએ યુકે છોડી દીધું હતું, જેમાં 45,000 સ્ટુડન્ટ વિઝા ધરાવતાં હતાં, જ્યારે 22,000 વર્ક વિઝા હોલ્ટર હતાં અને બાકીના 7,000 અન્ય વિઝા કેટેગરીમાં યુકે આવ્યાં હતાં, એમ ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS)ના ઇમિગ્રેશન અંગેના તાજેતરના ડેટામાં જણાવ્યું હતું.
આ વર્ષમાં ટોચની સરખામણીમાં 204,000 ઓછા લોકો યુકેમાં રહ્યાં હતાં. વિદેશ જતા લોકોની યાદીમાં ભારતીયો ટોચ પર હતાં. ચીનના નાગરિકો બીજા ક્રમે હતાં. એક વર્ષમાં 42,000 ચીનની નાગરિકોએ યુકે છોડ્યું હતું. જૂન 2025માં પૂરા થયેલા વર્ષમાં યુકેમાં નેટ ઈમિગ્રેશન 69 ટકા જેટલું ઘટીને ચાર વર્ષના સૌથી નીચલા સ્તર પર આવી ગયું છે. 2024માં યુકેમાં 6.49 લાખ ઈમિગ્રન્ટ્સ આવ્યા હતાં પણ આ આંકડો 2024-25માં ઘટી માત્ર 2,04,00 પર આવી ગયો હતો.
યુરોપના અન્ય દેશોમાંથી યુકે આવતા લોકોની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો નોંધાયો છે. યુકે છોડનારા નોન યુરોપિયન્સમાં ભારતીયો ટોપ પર રહ્યા છે, તે જ રીતે 2024-25માં યુકે જનારા નોન યુરોપિયન્સમાં પણ ભારતીય નાગરિકો ટોચ પર રહ્યાં હતાં. આ ગાળા દરમિયાન 90,000 ભારતીયો સ્ટુડન્ટ વિઝા પર અને 46,000 વર્ક વિઝા પર યુકે ગયા હતા. આ બે સિવાયની વિઝા કેટેગરીમાં યુકે ગયેલા ભારતીયોનો 9,000 નોંધાયો હતો.
સ્ટુડન્ટ્સ અને વર્ક વિઝા પર યુકે આવતા લોકોની સંખ્યા ઘટવાની સાથે તેમના આશ્રિતોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હતો. તેનું કારણ કડક નિયમો છે. અગાઉ સ્ટુડન્ટ વિઝા પર જનારા લોકોના આશ્રિતોને ફુલ ટાઈમ નોકરી કરવાની છૂટ મળતી હતી, પરંતુ હવે પહેલાની જેમ આસાનીથી ડિપેન્ડન્ટ્સને યુકે નથી બોલાવી શકાતા. હોમ ઓફિસના રિપોર્ટ અનુસાર વર્ક વિઝા હોલ્ડરના ડિપેન્ડન્ટ્સમાં 65 ટકા, જ્યારે સ્ટુડન્ટ વિઝા હોલ્ડરના ડિપેન્ડન્ટ્સમાં 85 ટકાનો ઘટાડો થયો છે.














