આ લાઇવ વિડિયો સ્ટ્રીમિંગના સ્ક્રીનશોટમાં વર્લ્ડ ફૂડ ડેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશનની 75મી વર્ષગાંઠે 75 રૂપિયાનો ખાસ સિક્સો જારી કર્યો હતો. (PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે અનાજ અને કૃષિ સંગઠન (FAO)ની 75મી વર્ષગાંઠ નિમિત્તે 75 રુપિયાનો સ્મારક સિક્કો જાહેર જારી કર્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે અનાજ અને કૃષિ સંગઠને છેલ્લા દશકોની અંદર કુપોષણ સામે ભારતની લડાઇને ઘણી નજીકથી જોઇ છે.

નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારતના ખેડૂતો, કૃષિ વિજ્ઞાનીઓ, આંગણવાડી અને આશા વર્કરોએ કુપોષણ સામેના અભિયાનને મજબૂતી આપી છે. અનાજ અને કૃષિ સંગઠને છેલ્લા દશકોની અંદર કુપોષણ સામે ભારતની લડાઇને ઘણી નજીકથી જોઇ છે. દેશમાં અલગ અલગ સ્તર ઉપર કેટલાક વિભાગો દ્વારા પ્રયાસો થાય હતા, પરંતુ તેમની પહોંચ સીમિત હતી અથવા તો આવા પ્રયાસો વિભાજિત હતા. તેમને 2014માં દેશની સેવા કરવાનો અવસર મળ્યો ત્યારે તેમણે નવેસરથી પ્રયાસો શરુ કર્યા છે.

મોદીએ જણાવ્યું હતું કે ખેડૂતોને ખર્ચના દોઢ ગણા ભાવ ટેકાના ભાવનારુપે મળતા થયા છે. ટેકાના ભાવ અને સરકારી ખરીદી ફૂડ સિક્યુરિટીના મહત્વનો ભાગ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા રાજમાતા વિજયારાજે સિંધિયાની જન્મ શતાબ્દિના નિમિત્તે વડાપ્રધાને 100 રુપિયાનો સિક્કો જાહેર કર્યો હતો.