(istockphoto.com)

ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડ દ્વારા વિકસીત કરવામાં આવી રહેલી કોવેક્સિન-TM નામની કોવિડ-19ની વેક્સિનનું ક્લિનિકલ ટ્રાયલ હવે ગુજરાતમાં પણ શરૂ થશે. ભારત બાયોટેકની દરખાસ્તના આધારે સરકારે અમદાવાદ-ગાંધીનગરની પાંચ હોસ્પિટલોની પસંદગી કરી છે.

આ હોસ્પિટલોમાં બી.જે.મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, GMERS સોલા સિવિલ હોસ્પિટલ, GMERS ગાંધીનગર હોસ્પિટલ, એમ.કે.શાહ કોલેજ સંલગ્ન હોસ્પિટલ અને SGVP હોસ્પિટલ, અમદાવાદનો સમાવેશ થાય છે. કોરોના વાઈરસ માટે ભારતમાં હાલ ત્રણ વેક્સિન પર કામ ચાલી રહી છે અને ડેવલપ કરાયેલી ત્રણ રસીના જુદા જુદા ટ્રાયલ-ફેઝ ચાલી રહ્યા છે.

આ વેક્સિનનું હાલ ત્રીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યુ છે. આ વેક્સિનનું હ્યુમન ટ્રાયલ ભારતના ઘણા ભાગોમાં થઈ ચુક્યુ છે અને હવે ગુજરાતમાં પણ શરૂ થનાર છે. ભારત બાયોટેક દ્વારા ગુજરાતમાં ક્લિનિકલ ટ્રાયલ (ફેઝ-3)માટે સરકારના આરોગ્ય વિભાગને દરખાસ્ત કરાઈ હતી. તેથી આરોગ્ય વિભાગે પાંચ હોસ્પિટલની પસંદગી કરી છે.