ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ મિલિયોનેર્સ ગુમાવનારા ટોચના ત્રણ દેશો રશિયા, ચીન અને ભારતનો સમાવેશ થાય છે, એમ એક રીપોર્ટમાં જણાવાયું છે. 2022માં 8,000 મિલિયોનેર્સ ગુમાવીને ભારત આ યાદીમાં ત્રીજા ક્રમે રહ્યું છે. રશિયાના 15,000 અને ચીનના 10,000 મિલિયોનેર્સ પણ પોતાનો દેશ છોડી જતા રહ્યાં છે, એમ ગ્લોબલ માઇગ્રેશન કન્સલ્ટન્સી હેન્લી એન્ડ પાર્ટનર્સના રીપોર્ટમાં જણાવ્યું છે.
હોંગકોંગ અને યુક્રેને અનુક્રમે 3,000 અને 2,800 કરોડપતિ ગુમાવ્યા છે. યુકેએ પણ 2022માં 1,500 કરોડપતિ ગુમાવ્યા છે, જ્યારે UAE, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરે અનુક્રમે 4,000, 3,500 અને 2,800 ગુમાવ્યા છે.
અહેવાલમાં જણાવાયું છે કે ખાસ કરીને ભારતમાંથી ધનિકોનું પલાયન ચિંતાજનક નથી, કારણ કે દેશમાંથી દર વર્ષે માઇગ્રેશન થાય છે તેના કરતા વધુ નવા કરોડપતિઓ બને છે. પલાયન કરી ગયેલા આ 8,000 ધનિકોનું પ્રમાણ ભારતના કુલ હાઇ નેટવર્થ વ્યક્તિઓ અથવા HNIsના માત્ર 2 ટકા છે, ભારતમાં હાલમાં હાઇ નેટવર્થ લોકોની સંખ્યા આશરે 3.57 લાખ હોવાનો અંદાજ છે.
હેનલી અને પાર્ટનર્સના રીપોર્ટમાં જણાવાયું છે કે ધનિક ભારતીયો દેશમાં પાછા ફરવાનું વલણ ધરાવે છે અને દેશમાં જીવનધોરણ સુધર્યા પછી શ્રીમંત લોકો વધતી સંખ્યામાં પાછા ફરવાની અપેક્ષા રાખે છે. 2031 સુધીમાં ભારતની હાઇ નેટવર્થ વ્યક્તિઓની સંખ્યામાં 80 ટકાનો વધારો થવાની અપેક્ષા છે.
આ વર્ષે યુએસ, કેનેડા, પોર્ટુગલ, સિંગાપોર, યુએઈ, ઇઝરાયેલ, ગ્રીસ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને સ્વિટ્ઝર્લેન્ડમાં બીજા દેશોમાંથી મિલિયોનેર્સનો સૌથી ઊંચો પ્રવાહ જોવા મળ્યો હતો.વિશ્વમાં અમીરોની સંખ્યા વધી રહી છે. ભારતમાં પણ કરોડપતિઓની લિસ્ટમાં સતત નવા નામ સામેલ થતા જઈ રહ્યા છે પરંતુ આ દરમિયાન અમીરોનો ભારત છોડીને બીજા ઠેકાણા શોધવાના દરમાં પણ જોરદાર વધારો થયો છે.














