Getty Images)

ગુજરાતમાં અનલોક બાદ જે રીતે કોરોના સામેના જંગમાં ન્યુ નોર્મલના નામે તથા અમદાવાદમાં પોઝીટીવની સંખ્યા નચી જતા રાજય સરકાર પણ થોડી ઓછી ગંભીર બની છે તથા જનતા પણ માસ્ક સોશ્યલ ડિસ્ટન્સ વિ.માં બેકાળજી દર્શાવી રહી છે તેના કારણે વધુ ફેલાયેલા સંક્રમણમાં ગુજરાતમાં સતત સાતમા દિવસે 900થી વધુ પોઝીટીવ ગઈકાલે 965 કેસ સાથે હવે તે 1000ના નવા રેકોર્ડની નજીક પહોંચી રહ્યો છે.

તો ફરી એક વખત મૃત્યુઆંક પણ જુલાઈ માસમાં તા.4 બાદના સૌથી વધુ 20 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થતા કોરોના નવી ગતિ પકડી રહ્યા છે. ગત તા.4 જૂનના સૌથી વધુ 21 મૃત્યુ થયા હતા તે બાદ 20નો આંક થયો છે અને કુલ મૃત્યુઆંક 2147 તથા નવા પોઝટીવ સાથે રાજયમાં કુલ સંક્રમણની સંખ્યા 48441 થઈ છે. અમદાવાદ કે જે કોરોના સંક્રમણના હોટસ્પોટ વાળી એક તબકકે ‘કંટ્રોલ’ની સ્થિતિ દર્શાવતું હતું ત્યાં 15 દિવસ બાદ ફરી એક વખત 200થી વધુ 212 કેસ નોંધાયા છે. જેમાં શહેરના 186 અને ગ્રામીણ ક્ષેત્રના 26 નવા કેસ છે અને વધુ 6 લોકોના મૃત્યુ થયા છે.

અમદાવાદમાં રીકવરી રેટ 79.7% જેવો ઉંચો છે પણ મૃત્યુઆંક 6.5% જેટલો રહ્યો છે પણ સરકારની ચિંતા ડાયમન્ડ સીટી સુરતની છે. જૂન માસમાં કોરોનાએ ગતિ પકડી હતી તે હવે 10000ના પોઝીટીવ માર્કને ક્રોસ કરીને 185 નવા કેસ સાથે કુલ 10258 કેસ નોંધાયા છે. વડોદરા 70, રાજકોટ 49, ભાવનગર 35, ગાંધીનગર 30, મહેસાણા 22 પોઝીટીવ નોંધાયા છે.

અમદાવાદમાં પશ્ચિમી ક્ષેત્રમાં છ નવા માઈક્રો ક્નટેન્મેન્ટ ઝોન જાહેર થયા છે. રાજયમાં ગત સપ્તાહે કુલ 6535 નવા કેસ નોંધાયા છે જે દૈનિક 933 કેસ દર્શાવે છે અને તેમાં સૌરાષ્ટ્રનો ફાળો 20.4% જેવો છે. રાજયમાં આ સપ્તાહમાં 102 મૃત્યુ નોંધાયા છે. 13%નો વધારો દર્શાવે છે. સુરતમાં રાજયના તંત્રએ હાલ આવી રહેલા તહેવારોની સામુહિક ઉજવણી પર પ્રતિબંધ મુકી દીધો છે. આજથી 10 દિવસના દશામાં વ્રતનો પ્રારંભ થયો છે. જયારે આગામી માસથી જન્માષ્ટમી મહોત્સવ હશે પણ સુરતમાં નવા આદેશ સુધી તહેવારોની સામુહિક ઉજવણી કરી શકાશે નહી.