Getty Images)

દુનિયામાં આજે સતત બીજે દિવસે પણ કોરોનાના એક જ દિવસમાં વિક્રમસર્જક 2,59,848 કેસો નોંધાયા હોવાનું વિશ્વ આરોગ્ય સંસૃથાએ જણાવ્યું હતું. મોટાભાગના નવા કેસો અમેરિકા, ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકામાં નોંધાયા હતા.

કોરોનાના કારણે મરનારાની સંખ્યામાં પણ એક જ દિવસમાં 7,360નો વધારો થયો હતો, જે 10 મે પછી એક જ દિવસમાં નોંધાયેલાં સૌથી વધારે મરણ છે. કોરોના વાઇરસને કારણે અત્યાર સુધીમાં કુલ છ લાખ લોકોના મોત થયા છે. જુલાઇ મહિનામાં રોજના સરેરાશ 4800 મોત નોંધાયા છે. રવિવારે સમગ્ર દુનિયામાં કોરોના કુલ 1.43 કરોડ કેસ નોંધાયા હતા.

અમેરિકાની જ્હોન હોપકિન્સ યુનિવસટીના ડેટા અનુસાર કોરોનાનો કુલ મૃત્યુઆંક 6,00,000થી વધુ થયો છે. જેમાં અમેરિકામાં કોરોનાના સૌથી વધારે 1.40 દર્દીનાં મોત થયા છે. બીજા ક્રમે બ્રાઝિલમાં 78,772, યુકેમાં 45,385, મેક્સિકોમાં 38,888 અને ઈટાલીમાં 35,045 દર્દીઓનાં મોત થયા છે. કોરોનાના કેસના સંદર્ભમાં સાઉથ આફ્રિકા કુલ 3,50,879 કેસ સાથે દુનિયામાં પાંચમાં ક્રમે પહોંચી ગયું છે.

દક્ષિણ આફ્રિકામાં કોરોનાને કારણે મૃત્યુઆંક વધીને 4,948 થયો છે. ગાઉટેંગ, પ્રિટોરિયા અને જોહાનિસબર્ગ હવે કોરોનાના ચેપના કેન્દ્રો બની ગયા છે. દરમ્યાન બ્રસેલ્સમાં યુરોપના 27 દેશના નેતાઓ વચ્ચે આજે સતત ત્રીજા દિવસે પણ સૂચિત 1.85 ટ્રિલિયન યુરોના ઇયુ બજેટ અને કોરોના રિકવરી ફંડ બાબતે ચર્ચા ચાલુ રહી હતી.

જર્મન ચાન્સેલર એન્જેલા ચાન્સેલરે જણાવ્યું હતું કે ભાવના સારી છે પરંતુ કોરોનાગ્રસ્ત દેશોને સહાયના સંદર્ભમાં કેટલાક મતભેદો છે. સ્પેન અને ઇટાલીને કેવી રીતે અને કઇ શરતે મદદ કરવી તે બાબતે મતભેદ પ્રવર્તી રહ્યા છે. મર્કેલે જણાવ્યું હતું કે મંત્રણા આમ તો શનિવારે પુરી થઇ જવાની હતી પરંતુ તે કોઇ ડિલ વિના પુરી થઇ શકે છે.

યુરોપમાં બાર્સેલોનામાં પોલીસે લોકો નિયમોનું પાલન ન કરતાં હોવાથી શહેરના બીચ બંધ કરી દીધાં છે. તો આમસ્ટરડેમમાં પણ પ્રવાસીઓને વિખ્યાત રેડલાઇટ ડિસ્ટ્રીક્ટની મુલાકાત ન લેવાની તાકીદ કરવામાં આવી છે. ગરદી થવાને કારણે કેટલીક શેરીઓને બંધ કરી દેવામાં આવી છે.

જર્મનીની વેચતા કાઉન્ટીમાં આવેલાં મરઘીઓના કતલખાનામાં 66 કામદારો કોરોના પોઝિટિવ જણાયા હતા. ઓસ્ટ્રેલિયામાં મેલબોર્નમાં કોરોનાના નવા કેસોની સંખ્યા છેલ્લા 24 કલાકમાં 363 થવાને પગલે બુધવારથી માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. માસ્ક ન પહેરનારને 200 ડોલરનો દંડ કરવામાં આવશે. હાલ વિક્ટોરિયા સ્ટેટમાં 2837 કેસો નોંધાયેલા છે, 130 હોસ્પિટલમાં છે અને તેમાં પણ 28 જણાં આઇસીયુમાં સારવાર મેળવી રહ્યા છે.

હોંગકોંગમાં નેતા કેરી લામે જણાવ્યું હતું કે તાજેતરમાં કોરોનાના કેસોની સંખ્યા વધવાને પગલે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે તથા બિનજરૂરી કામો કરતાં સિવિલ સરવન્ટસને ઘેરથી કામ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. હોંગકોંગની હાલત ગંભીર છે અને કોરોના કાબૂમાં આવે તેવા કોઇ ચિહ્નો મને જણાતાં નથી તેમ લામે ઉમેર્યું હતું.