વ્યાપક, બહુ-સ્તરીય ભરતી પ્રક્રિયા પછી, પ્રોફેસર કિરણ પટેલની યુનિવર્સીટી હોસ્પિટલ્સ બર્મિંગહામ – UHBના ગ્રુપ ચીફ મેડિકલ ઓફિસર (CMO) તરીકે વરણી કરવામાં આવી છે. પ્રો. પટેલ કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ છે અને હાલમાં યુનિવર્સિટી હોસ્પિટલ્સ કોવેન્ટ્રી અને વોરવિકશાયર NHS ટ્રસ્ટમાં ચીફ મેડિકલ ઓફિસર અને ડેપ્યુટી સીઈઓ છે. તેઓ આવતા વર્ષે માર્ચમાં આ પદ પર જોડાશે.
UHBએ જણાવ્યું હતું કે ‘’વર્તમાન સીએમઓ પ્રો. સાઇમન બોલ 1 જાન્યુઆરી 2024થી રાજીનામું આપી રહ્યા છે ત્યારે નોર્થમ્પટનશાયર ઈન્ટીગ્રેટેડ કેર બોર્ડના ચીફ મેડિકલ ઓફિસર તરીકે ક્વીન એલિઝાબેથ હોસ્પિટલ બર્મિંગહામ માટે હોસ્પિટલ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (HED) તરીકે જોડાનારા શ્રી મેટ મેટકાફ, પ્રો. કિરણ પટેલ માર્ચમાં આવે ત્યાં સુધી CMO અને HEDની બેવડી ભૂમિકા અદા કરશે.
પ્રો. કિરણ પટેલ સ્થાનિક સમુદાયના સભ્ય અને સ્થાનિક સ્તરે પ્રેક્ટિસ કરનાર ચિકિત્સક તરીકે સ્થાનિક અને પ્રાદેશિક સમુદાયોના સ્વાસ્થ્યને સુધારવા અને પ્રવર્તતી અસમાનતાઓને ઘટાડવામાં મદદ કરશે. પ્રો. કિરણનું કૌશલ્ય, નોંધપાત્ર કુશળતા અને ગુણવત્તા સુધારણા માટેનો પ્રભાવશાળી જુસ્સો, યુનિવર્સિટી હોસ્પિટલ્સ બર્મિંગહામને વધુ મજબૂત બનાવશે.
આ પ્રસંગે પ્રોફેસર સાઇમન બોલનો ક્લિનિકલ યોગદાન, તેમની પ્રતિબદ્ધતા, તેમજ વ્યક્તિગત રીતે તેમના સમર્થન માટે આભાર વ્યક્ત કરાયો હતો.