ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તાજેતરમાં લંડનમાં ઇન્ડિયન હાઇ કમિશનની મુલાકાત લીધી હતી. તેમણે અહીં ભારતીય સમુદાયને એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ‘ગલવાન ઘાટીમાં ઘર્ષણ પછી ચીનને સમજાયું હતું કે, ભારત નબળું નથી. ચીનને પણ એ સ્વીકારવાની ફરજ પડી હતી કે ભારત આર્થિક અને વ્યૂહાત્મક તાકાત છે.’ ઈન્ડિયા હાઉસમાં યોજાયેલા એક કાર્યક્રમમાં રાજનાથસિંહે પોતાના સંબોધનમાં ચીનના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સમાં પ્રકાશિત એક લેખનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, ભારત અંગેનો ચીનનો દૃષ્ટિકોણ પણ હવે બદલાયો છે. ચીન પણ ભારતને એક ઊભરતી આર્થિક તાકાત અને વ્યૂહાત્મક તાકાતના રુપમાં સ્વીકાર કરી રહ્યું છે.

LEAVE A REPLY

2 × one =