(ANI Photo)

ભારતના બેડમિન્ટનના ડબલ્સના સ્ટાર ખેલાડીઓ સાત્વિક સાઈરાજ રાન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ગયા સપ્તાહે કુઆલાલમ્પુરમાં રમાઈ ગયેલી મલેશિયન ઓપનમાં રનર્સ અપ બની ભારત માટે શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો.

ફાઈનલમાં ચીની હરીફો વાંગ-લિયાંગ સામે 21-9, 18-21, 17-21થી તેમનો પરાજય થયો હતો. સાત્વિક – ચિરાગને સિલ્વર મેડલ મળ્યો હતો, જો કે મલેશિયા ઓપનમાં આ અગાઉ કોઈ ભારતીય જોડી ફાઈનલ સુધી પહોંચી શકી નહોતી.

ફાઈનલમાં પહેલીવાર આ બન્નેનો મુકાબલો ત્રીજી ગેમ સુધી લંબાયો હતો, એ પહેલાની ચાર મેચમાં તો બન્નેએ સીધી ગેમ્સમાં જ વિજય હાંસલ કર્યા હતા. સુપર 1000 કેટેગરીની આ સ્પર્ધા રવિવારે (14 જાન્યુઆરી) પુરી થઈ હતી.

LEAVE A REPLY

eighteen + ten =