ગયા વર્ષે યુકેના હોમ સેક્રેટરીના પદેથી હટાવવામાં આવેલા સુએલા બ્રેવરમેને વડા પ્રધાન ઋષિ સુનક પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે આવતા અઠવાડિયે સંસદમાં રજૂ કરવામાં આવનાર વડા પ્રધાન ઋષિ સુનકનું રવાન્ડા બિલ કામ કરશે નહીં અને હું બિલને તેના વર્તમાન સ્વરૂપમાં સમર્થન આપીશ નહીં.

વિવાદાસ્પદ બિલ ગયા મહિને કોમન્સમાં પ્રથમ અવરોધને દૂર કર્યા પછી તેની સંસદીય પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યું છે.

તેમણે કહ્યું હતું કે “હું ફક્ત એવા બિલને સમર્થન આપીશ જે કામ કરે તેમ છે. હાલના મુસદ્દા મુજબનું આ બિલ કામ કરતું નથી. અને જો તેમાં કોઈ સુધારો નહીં થાય, તો મારે તેની વિરુદ્ધ મત આપવો પડશે. બ્રિટિશ સાંસદો આગામી સપ્તાહે મંગળવાર અને બુધવારના રોજ બિલમાં સુધારા પર ચર્ચા કરવાના છે.

સુનક સરકાર માટે આ વિરોધ માથાનો દુખાવો સાબિત થઈ શકે છે અને ડર છે કે તેની પોતાની કન્ઝર્વેટિવ પાર્ટીના 32 સાંસદો તેની વિરુદ્ધ મતદાન કરે તેમ છે. સુનાકના ઈમિગ્રેશન મિનિસ્ટર રહી ચૂકેલા રોબર્ટ જેનરિક આ સુધારા પાછળના જૂથનું નેતૃત્વ કરતા હોવાનું મનાય છે.

LEAVE A REPLY