સેન્ટ્રલ લંડનના ક્લેર્કનવેલમાં વિદ્યાર્થી આવાસમાં રહેતી 19 વર્ષીય ગર્લફ્રેન્ડ સબિતા થાનવાણીની છરાના વાર કરી હત્યા કરવા બદલ 15 જાન્યુઆરીના રોજ ઓલ્ડ બેઈલી કોર્ટ ખાતે મહેર મારૌફે નામના 24 વર્ષના યુવાનને અનિશ્ચિત હોસ્પિટલ ઓર્ડરની સજા ફટકારવામાં આવી હતી.

શનિવાર, 19 માર્ચ 2022ના રોજ લગભગ 5:10 કલાકે મળસ્કે પોલીસને એક મહિલાએ ફોન કરતાં ઘટના સ્થળે જઇ પહોંચેલી પોલીસને સબિતા ગંભીર ઇજાઓ સાથે મળી હતી. પેરામેડિક્સના પ્રયાસો છતાં તેણીને ટૂંક સમયમાં મૃત જાહેર કરાઇ હતી. તુરંત જ સીસીટીવી ફુટેજની મદદથી તપાસ કરતા તે નજીકના જોસેફ ટ્રોટર ક્લોઝ પરના બગીચામાં તાડપત્રી નીચેના શેડમાંથી ઉંઘતો પકડાઇ ગયો હતો.

LEAVE A REPLY

five + two =