Heyzman Rajinder Pal charged with murder
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકાના જ્યોર્જિયામાં એક કન્વીનિયન્સ સ્ટોરમાં પાર્ટ-ટાઇમ નોકરી કરતાં વિવેક સૈની નામના 25 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની 16 જાન્યુઆરીએ એક બેઘર વ્યક્તિએ હથોડાના ઘા ઝીંકીને નિર્દયતાથી હત્યા કરી હતી. સૈનીએ સ્ટોરમાંથી બહાર જવાનું કહેતા મોડી રાત્રે આ બેઘર વ્યક્તિએ તેના પર હથોડાથી હુમલો કર્યો હતો.

સૈની સહિતના ફૂડ માર્ટના કર્મચારીઓ જુલિયન ફોકનર તરીકે ઓળકાયેલા આ બેઘર વ્યક્તિને ઘણા દિવસોથી આશ્રય આપ્યો હતો. આ ફૂડ માર્ટના એક કર્મચારીએ WSB-TVને જણાવ્યું હતું કે તે અમારી પાસે ચિપ્સ અને કોક માંગતો હતો. અમે તેને પાણી સહિત બધું આપ્યું હતું. તે આખો સમય અહીં બેસી રહેતો હતો અને અમે તેને ક્યારેય બહાર નીકળવાનું કહ્યું નહોતું, કારણ કે અમને ખબર છે કે ઠંડી છે.

સોમવારની રાત્રે સૈનીએ ફોકનરને કહ્યું કે તેને જવાની જરૂર છે નહીંતર તે પોલીસને બોલાવશે. આ પછી સૈની ઘરે જવાની તૈયારી કરી રહ્યો હતો, ત્યારે ફોકનરે તેના પર હથોડા વડે હુમલો કર્યો હતો તથા ચહેરા પર લગભગ 50 ફટકા માર્યા હતા. તેનાથી 25 વર્ષીય યુવકને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરાયો હતો.

ડેકાલ્બ કાઉન્ટી પોલીસના જણાવ્યા અનુસાર, અધિકારીઓને લગભગ 12:30 વાગ્યે લિથોનિયાના શેવરોન ગેસ સ્ટેશન પર હુમલા વિશે કોલ મળ્યો હતો.અધિકારીઓ પહોંચ્યા ત્યારે જુલિયન ફોકનર સ્ટોર ક્લાર્ક નજીક ઊભો હતો અને તેના હાથમાં હથોડો હતો. પોલીસે તેની ધરપકડ કરી હતી.

બે વર્ષ પહેલા બી ટેક પૂર્ણ કર્યા પછી સૈની યુએસમાં સ્થળાંતર થયો હતો, તેણે તાજેતરમાં જ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી હતી.

LEAVE A REPLY

six − 2 =