(Photo: Facebook)

અમેરિકાના કેલિફોર્નિયામાં ભારતના કેરળના મૂળનો એક પરિવાર તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. દેખિતી રીતે આ કેસ હત્યા-આત્મહત્યાનો હોવાનો માનવામાં આવે છે. પરિવારની ઓળખ 42 વર્ષીય આનંદ સુજીત હેનરી, તેમની પત્ની એલિસ પ્રિયંકા (40) અને તેમના 4 વર્ષના જોડિયા બાળકો નોહ અને નીથાન તરીકે થઈ હતી. પોલીસની પ્રારંભિક તપાસમાં સંભવિત હત્યા-આત્મહત્યાનો આ મામલો લાગે છે, જોકે પોલીસે અન્ય શક્યતાઓને નકારી ન હતી.

બે મહિનાથી ઓછા સમયમાં આવી બીજી ઘટના અમેરિકામાં ઇન્ડિયન કમ્યુનિટીનેને આંચકો લાગ્યો હતો.

આ ઘટના સોમવારે સાન માટેઓ સિટીમાં બની હતી. ઇન્ડિયન-અમેરિકન દંપતી આનંદ અને એલિસ ઘરના બાથરૂમની અંદર બંદૂકના ઘાના નિશાન સાથે મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. જોડિયા બાળકો બેડરૂમમાં મૃત મળી આવ્યાં હતાં. તેમના મૃત્યુના કારણની તપાસ ચાલુ કરાઈ હતી.

પોલીસે જણાવ્યું હતું કે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા પછી કોઈ જવાબ મળ્યો ન હતો. તેથી અધિકારીએ ઘરની આસપાસ શોધખોળ કરી હતી, પરંતુ ઘરમાં બળજબરીથી પ્રવેશ કરવાના  કોઈ પુરાવા મળ્યા ન હતાં. આ પછી ખુલ્લી બારી જોતા અધિકારી ઘરમાં પ્રવેશ્યા અને ચાર લોકોના મૃતદેહ મળ્યાં હતાં, જેમાં એક પુખ્ત પુરુષ, એક પુખ્ત મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે.’

ઘરના બાથરૂમમાંથી 9 એમએમની પિસ્તોલ અને લોડેડ મેગેઝિન મળી આવ્યા હતો. રેકોર્ડ મુજબ આ દંપતીએ 2020માં $2.1 મિલિયનમાં ઘર ખરીદ્યું હતું.

મૂળ કેરળનો આ પરિવાર છેલ્લા નવ વર્ષથી અમેરિકામાં રહેતો હતો. સોફ્ટવેર એન્જિનિયર આનંદ અને સિનિયર એનાલિસ્ટ એલિસ બે વર્ષ પહેલાં ન્યુ જર્સીથી સાન માટેઓ કાઉન્ટીમાં શિફ્ટ થયા હતા. પડોશી અને સહકર્મીઓએ આ પરિવારને મૈત્રીપૂર્ણ, મહેનતું ગણાવ્યો હતો અને તેમને   સમર્પિત માતાપિતા ગણાવ્યા હતા.

કોર્ટના રેકોર્ડ મુજબ આનંદે ડિસેમ્બર 2016માં છૂટાછેડા માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટમાં છૂટાછેડા થયા ન હતાં.

તાજેતરમાં મેસેચ્યુસેટ્સમાં  $5 મેન્સનમાં ભારતીય પરિવાર મૃત હાલતમાં મળી આવ્યો હતો. છેલ્લા એક મહિનામાં યુએસમાં ઓછામાં ઓછા સાત ભારતીય મૂળના લોકો મૃત હાલતમાં મળી આવ્યા છે. ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગાર્સેટીએ ખાતરી આપી હતી કે ભારતીય વિદ્યાર્થીઓ માટે તે સુરક્ષિત સ્થળ બની રહે તેની ખાતરી કરવા માટે યુએસ પ્રતિબદ્ધ છે.

 

LEAVE A REPLY