દુબઈ, UAE માં, બુધવાર, 14 ફેબ્રુઆરી, 2024 ના રોજ 'ભારત માર્ટ' ઉદ્ઘાટન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી, UAEના વાઇસ પ્રેસિડન્ટ અને વડા પ્રધાન અને દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ અને અન્ય લોકો સાથે (PTI Photo)

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના વાઇસ પ્રેસિડન્ટ મોહમ્મદ બિન રશીદે બુધવારે દુબઈના જેબેલ અલી ફ્રી ટ્રેડ ઝોનમાં રિટેલ, વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સ સુવિધાઓને માટે ભારત માર્ટ નામના મેગા પ્રોજેક્ટ્સનો વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યો હતો. ભારત માર્ટનું નિર્માણ ડીપી વર્લ્ડ કરશે અને તે 2025 સુધી કાર્યરત બનવાની સ્પર્ધાનો છે. આ પ્રોજેક્ટને દુબઇમાં ડ્રેગન માર્ટને ટક્કર આપશે.

ભારત માર્ટ એક વેરહાઉસિંગ સુવિધા છે, જે ભારતીય MSME કંપનીઓ માટે ઉપલબ્ધ રહેશે. તે ભારતની નિકાસને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ ભારતીય MSME ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય ખરીદદારો સુધી પહોંચવામાં મદદ કરશે. આ પ્રોજેક્ટનો હેતુ UAEમાં ભારતીય પ્રોડક્ટ્સને પ્રોત્સાહન આપવાનો છે. દુબઈમાં શરૂ થયેલ ભારત માર્ટમાં રિટેલ શોરૂમ, વેરહાઉસ, ઓફિસ અને અન્ય ઘણી સુવિધાઓ હશે. દુબઈમાં સ્થાપિત ભારત માર્ટ ચીનના ડ્રેગન માર્ટ સાથે સ્પર્ધા કરશે. ડ્રેગન માર્ટની જેમ, ભારત માર્ટમાં પણ એક છત નીચે ઘણી પ્રોડકટસ હશે જેનું પ્રદર્શન કરવામાં આવશે.

LEAVE A REPLY