New Delhi / India - September 20, 2019: Ballot unit of the direct-recording electronic (DRE) voting machine used for Indian general elections, Election Commission of India

કાયદા પંચ 2029માં લોકસભા, રાજ્ય વિધાનસભાઓ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એકસાથે યોજવાની અને તે માટે બંધારણમાં ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ અંગે નવું ચેપ્ટર ઉમેરવાની ભલામણ કરે તેવી ધારણા છે, એમ બુધવારે સૂત્રોએ જણાવ્યું હતું.

ન્યાયમૂર્તિ (નિવૃત્ત) રિતુ રાજ અવસ્થીના નેતૃત્વ હેઠળનું કાયદા પંચ એકસાથે ચૂંટણીઓ માટે નવું ચેપ્ટર ઉમેરવા બંધારણમાં સુધારાની ભલામણ કરશે. પંચ આગામી પાંચ વર્ષમાં ત્રણ તબક્કામાં વિધાનસભાની મુદત એક જ સમયે પૂરી થાય તેવી વ્યવસ્થા કરવાની ભલામણ કરશે, જેથી 19મી લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે મે-જૂન 2029માં પ્રથમ વખત એક સાથે ચૂંટણી યોજી શકાશે.

બંધારણના નવા અધ્યાયમાં લોકસભા, રાજ્ય વિધાનસભાઓ, પંચાયતો અને નગરપાલિકાઓ માટે એક સાથે ચૂંટણી, એકસાથે ચૂંટણી જળવાઈ રહે અને સામાન્ય મતદાર યાદી સંબંધિત મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવશે, જેથી એક સાથે ત્રણ-સ્તરીય ચૂંટણીઓ યોજી શકાય.

આગામી પાંચ વર્ષમાં ત્રણ તબક્કામાં રાજ્યોની વિધાનસભાની મુદત એકસાથે પૂરી થાય તેવી વ્યવસ્થા કરશે. પ્રથમ તબક્કામાં એવી રાજ્ય વિધાનસભાનો સમાવેશ કરાશે, કે જેમની મુદતમાં થોડા મહિના એટલે કે ત્રણ કે છ મહિનાનો કાપ મૂકી શકાય.

જો અવિશ્વાસના કારણે સરકાર પડી જાય અથવા ત્રિશંકુ વિધાનસભાનું સર્જન થાય તો પંચ વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે “એકતા સરકાર”ની રચનાની ભલામણ કરશે. જો એકતા સરકારની ફોર્મ્યુલા કામ ન કરે તો કાયદા પંચે ગૃહની બાકીની મુદત માટે નવી ચૂંટણીઓ યોજવાની ભલામણ કરશે.

કાયદા પંચ ઉપરાંત પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની આગેવાની હેઠળની એક ઉચ્ચ સ્તરીય સમિતિ પણ એકસાથે ચૂંટણી યોજવા અંગેનો રીપોર્ટ તૈયાર કરી રહી છે.

આ વર્ષે એપ્રિલ-મેમાં આગામી લોકસભા ચૂંટણીની સાથે ઓછામાં ઓછી પાંચ વિધાનસભાની ચૂંટણીઓ યોજાય તેવી શક્યતા છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીઓ આ વર્ષના અંત ભાગમાં યોજાવાની ધારણા છે. બિહાર અને દિલ્હીમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, જ્યારે આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પુડુચેરી અને કેરળમાં 2026માં તથા ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને મણિપુરમાં 2027માં ચૂંટણી યોજાવાની છે.

 

LEAVE A REPLY