Representative Image – UK Parliament/Jessica Taylor/Handout via REUTERS

વડા પ્રધાન ઋષિ સુનકના એસાયલમ સીકર્સને રવાંડામાં દેશનિકાલ કરવા માટેના વિવાદાસ્પદ રવાન્ડા (એસાયલમ અને ઇમિગ્રેશન) બિલમાં હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા સૂચવવામાં આવેલા 10 સૂચિત સુધારાઓને સોમવારે તા. 18ના રોજ હાઉસ ઓફ કોમન્સમાં એમપીઓ દ્વારા પલટાવી દેવા માટે મત અપાયો હતો. જેને પગલે હવે તે બિલ મત માટે ઉપલા ચેમ્બરમાં પાછું જશે અને તે કાયદા તરીકે અમલી બનાવાની નજીક ગયું છે. આ સફળતાથી વડા પ્રધાનને ખૂબ જ જરૂરી પ્રોત્સાહન મળ્યું હતું.

બુધવારે મત માટે તેને સંસદના ઉપલા ચેમ્બરમાં લઇ જવાશે અને જો તેમાં ફેરફાર કર્યા વિના પસાર કરવામાં આવશે તો આ અઠવાડિયાની શરૂઆતમાં તે કાયદો બની શકે છે. બિલની સુરક્ષા હેઠળ, બોટ દ્વારા ઇંગ્લેન્ડ પહોંચતા એસાયલમ સિકર્સને રવાંડા મોકલવામાં આવશે.

સૂચિત સુધારાઓ એ સુનિશ્ચિત કરવા માંગે છે કે કાયદો ઘરેલું અને આંતરરાષ્ટ્રીય કાયદા સાથે સંપૂર્ણ રીતે સુસંગત હોય અને બ્રિટિશ સશસ્ત્ર દળો સાથે કામ કરતા લોકોને મુક્તિ આપવામાં આવે.

આ કાયદા અંતર્ગત રવાંડાને સુરક્ષિત દેશ જાહેર કરીને બ્રિટનના માનવાધિકાર કાયદાના ભાગોને અયોગ્ય બનાવવા માટે કાયદાકીય અવરોધોને સમાપ્ત કરવાનો પ્રયાસ કરાયો છે.

સુનકે રવાન્ડાની નીતિમાં નોંધપાત્ર પ્રમાણમાં રાજકીય મૂડીનું રોકાણ કર્યું છે અને આશા છે તેમ જો આ વર્ષના અંતમાં આવનારી ચૂંટણી પહેલાં દેશનિકાલ કરતી ફ્લાઇટ્સ નીકળી જશે, તો તે તેમની કન્ઝર્વેટિવ પાર્ટીના નસીબને પલટવામાં મદદ કરશે. એસાયલમ માંગતા લોકો પાછળ સરકાર લગભગ 3 બિલિયન પાઉન્ડ પ્રતિ વર્ષ ખર્ચ કરે છે.

LEAVE A REPLY