(Photo by Cameron Spencer/Getty Images)

ભારતે ફેબ્રુઆરીમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ માટેની 15 સભ્યોની ટીમમાં બુમરાહની પસંદગી તો કરી લીધી છે, પણ બુમરાહ ત્યાં સુધીમાં ફિટ થઈ જશે કે કેમ તે વિષે આશંકા છે. મળતા અહેવાલો મુજબ બુમરાહ પીઠની ઈજામાંથી હજી સુધી તો સાજો થયો નથી. ભારતીય ક્રિકેટ બોર્ડ તેની સારવાર કરી રહેલા ન્યૂઝીલેન્ડના ઓર્થોપેડિક સર્જન ડો. રોવન સ્કાઉન્ટનનો સંપર્ક સાધી તેની ફિટનેસ મુદ્દે અપડેટ લઈ રહ્યું છે.

આ ખતરનાક ફાસ્ટ બોલરની 12 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં રમાનારી ભારત-ઈંગ્લેન્ડની ત્રીજી વન-ડે માટે પસંદગી તો કરાઈ છે, એ મેચમાં તે રમે તેવી શક્યતા નહીંવત્ છે બુમરાહ સાજો થાય નહીં તો તેના વિકલ્પ માટે પણ બોર્ડ વિચારી રહ્યું છે. એ સંજોગોમાં મોહમ્મદ સિરાજને બુમરાહના સ્થાને તક મળી શકે છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments