
બાળ જાતીય દુર્વ્યવહાર (IICSA) ની સ્વતંત્ર તપાસમાં “સંસ્થાકીય નિષ્ફળતાઓ” ઓળખાયા પછી હોમ સેક્રેટરી હ્વવેટ કૂપરે મુસ્લિમ મતદારોને નારાજ ન કરવા માટે લેબર પાર્ટીની ગૃમીંગ ગેંગ ઇન્કવાયરીની પ્રતિજ્ઞાથી પાછળ હટી રહ્યા હોવાનો ઇનકાર કર્યો હતો. કૂપરે પુષ્ટિ આપી છે કે ગૃમીંગ ગેંગ અંગે આપેલા પાંચ વચન મુજબ સ્થાનિક તપાસ હજુ પણ આગળ વધશે.
કૂપરે કહ્યું છે કે આવા દાવાઓ “પાર્ટી પોલીટીક્સની ખોટી માહિતી” છે. તેમણે જાન્યુઆરીમાં ઓલ્ડહામ સહિત પાંચ ક્ષેત્રોમાં સ્થાનિક તપાસ માટે £5 મિલિયનનું વચન આપ્યું હતું.
તેમણે કહ્યું હતું કે “અમે બળાત્કાર અથવા શોષણ, બળજબરી જેવી બાબતો સામે કાર્યવાહીમાં વધારો કરી રહ્યા છીએ. બાળ જાતીય શોષણ, ગ્રુમિંગ ગેંગ સૌથી ઘૃણાસ્પદ ગુનાઓ છે. ઓલ્ડહામમાં સ્થાનિક તપાસ શરૂ કરી છે અને વધુ સ્થાનિક પૂછપરછ માટે માળખું તૈયાર કરી રહ્યા છે, અને હાલમાં લુઇસ કેસી ઓડિટ પણ ચાલી રહ્યું છે.”
આ અઠવાડિયે હાઉસ ઓફ કોમન્સમાં બોલતા, મિનિસ્ટર ફોર સેફગાર્ડીંગ એન્ડ વાયોલન્સ અગેઇન્સ્ટ વીમેન એન્ડ ગર્લ્સ શ્રી જેસ ફિલિપ્સે જણાવ્યું હતું કે “સ્થાનિક અધિકારીઓના પ્રતિસાદને પગલે, ભંડોળ સંપૂર્ણ સ્વતંત્ર સ્થાનિક તપાસ અને વધુ કસ્ટમાઇઝ્ડ કાર્યને સમર્થન આપવા માટે લવચીક અભિગમ અપનાવશે, જેમાં સ્થાનિક પીડિતોની પેનલ અથવા ઐતિહાસિક કેસોના સંચાલનના સ્થાનિક રીતે સંચાલિત ઓડિટનો સમાવેશ થાય છે.”
ટોરી સાંસદ કેટી લેમે કહ્યું હતું કે ગૃમિંગ ગેંગમાં સંડોવાયેલા મોટાભાગના લોકોની પૃષ્ઠભૂમિમાં પાકિસ્તાની મુસ્લિમ છે. લેબર આ વિસ્તારમાં એમપી અને કાઉન્સિલો ધરાવે છે જેઓ તેનાથી નારાજ થશે એવો પક્ષને ડર છે.
