ગુજરાતના ખેડા જિલ્લામાં બુધવારે સાંજે એક પરિવારના છ સભ્યોના નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું, જેમાં મોટાભાગના કિશોરવયના પિતરાઈ ભાઈ-બહેનો હતાં. આ ઘટના કનિજ ગામમાં બની હતી.
ખેડાના પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, ૧૪-૨૧ વર્ષની વયના ભાઈ-બહેન અથવા પિતરાઈ ભાઈઓ મેશ્વો નદીમાં નહાવા ગયા હતા જ્યાં તેઓ ડૂબી ગયા હતા.તે છ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતાં. છ મૃતકોમાંથી બે કનીજ ગામના રહેવાસી હતાં અને ચાર તેમના પિતરાઈ ભાઈઓ છે જેઓ અમદાવાદથી તેમને મળવા આવ્યા હતાં.ઘટનાની જાણ થતાં, મહેમદાવાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
