પાકિસ્તાન સાથે તંગદિલી વચ્ચે ભારત સરકારે સોમવારે કેટલાંક સરહદી રાજ્યોમાં સિક્યોરિટી મોક ડ્રિલ્સ કરવાનો આદેશ આપ્યો હતો. ભારતમાં નાગરિકોની સુરક્ષા માટેની આવી છેલ્લી કવાયત 1971માં થઈ હતી. તે સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે બે મોરચે યુદ્ધ થયું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે ૨૨ એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે ઘણા રાજ્યોને બુધવાર, 7 મેના રોજ “શત્રુતાપૂર્ણ હુમલાની સ્થિતિમાં અસરકારક નાગરિક સંરક્ષણ માટે સુરક્ષા મોક ડ્રીલ કરવા તાકીદ કરી હતી.
સરકારે એર રેઇડ વોર્નિંગ સાઇરસને કાર્યરત કરવા,પોતાને બચાવવા માટે નાગરિક સંરક્ષણ પાસાઓ પર નાગરિકો, વિદ્યાર્થીઓ વગેરેને તાલીમ આપવા, ક્રેશ બ્લેકઆઉટ પગલાં લેવાની તાકીદ કરી છે.
પહેલગામમાં આતંકી હુમલા પછી પાકિસ્તાને સતત ૧૧મી રાતથી નિયંત્રણ રેખા પર ભારતીય ચોકીઓ પર ગોળીબાર કર્યો છે અને ભારતીય આર્મીએ પણ જડતાબોડ જવાબ આપ્યો છે.
