ભારતની મહિલા હોકી ટીમે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં આશ્વાસનરુપે પાંચમી અને છેલ્લી મેચમાં 1-0થી વિજય હાંસલ કર્યો હતો. મેચનો એકમાત્ર ગોલ નવનીત કૌરે કર્યો હતો. જોકે ત્રણ મેચની હોકી શ્રેણીમાં ભારતનો ૧-૨થી પરાજય થયો હતો.
પર્થના હોકી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં નવનીત કૌરે મેચની ૨૧મી મિનિટે ગોલ કર્યો હતો. અગાઉ ભારતનો ઓસ્ટ્રેલિયા સામે ૦-૨થી અને ૨-૩થી પરાજય થયો હતો. તે પહેલા ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા-એ સામે ૩-૫ અને ૨-૩થી બે મેચમાં હારી ગઈ હતી.
