(Photo by Oleg Nikishin/Getty Images)
ત્રીજી ટર્મ માટે પણ પ્રેસિડન્ટની ચૂંટણી લડવાની અગાઉની જાહેરાતમાં યુ-ટર્ન લઇ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે જણાવ્યું હતું કે તેઓ વ્હાઇટ હાઉસમાં ત્રીજા કાર્યકાળ માટે ચૂંટણી લડવા વિશે ગંભીરતાથી વિચારી રહ્યાં નથી, જે બંધારણ દ્વારા પ્રતિબંધિત છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે ઘણા લોકો મારી ત્રીજી ટર્મ ઇચ્છે છે. મને ક્યારેય આવી તીવ્ર વિનંતીઓ મળી નથી, પરંતુ તે એવી વસ્તુ છે જે, મારા શ્રેષ્ઠ જ્ઞાન મુજબ, તમને કરવાની મંજૂરી નથી.
ટ્રમ્પે રવિવારે પ્રસારિત થયેલા એક ઇન્ટરવ્યુમાં NBCના મીટ ધ પ્રેસમાં ક્રિસ્ટન વેલ્કરને જણાવ્યું હતું કે હું આઠ વર્ષ માટે પ્રેસિડન્ટ રહીશ, હું બે ટર્મ માટે પ્રેસિડન્ટ રહીશ. મને હંમેશા લાગતું છે કે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
78 વર્ષીય ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે તેઓ અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ત્રીજા કે ચોથા કાર્યકાળ માટે સેવા આપવા અંગે “મજાક” કરી રહ્યા નથી.
પોતાની અને વાઇસ પ્રેસિડન્ટની જાતે જ પ્રશંસા કરતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે પ્રેસિડેન્ટ… અને જેડી શાનદાર કામ કરી રહ્યાં છે. પછી વિદેશ પ્રધાન રુબિયોની પ્રશંસા કરતા કહ્યું હતું કે તેઓ મહાન છે અને તેમાંના ઘણા બધા મહાન છે. અમારી પાર્ટીમાં ઘણા સારા લોકો છે.
2016ની ચૂંટણી દરમિયાન ટ્રમ્પ અને રુબિયો એકબીજાના ઉગ્ર વિરોધીઓ હતાં, તે વખતે ટ્રમ્પે તેમના વિદેશ પ્રધાનને “લિટલ માર્કો” અને અન્ય અપમાનજનક શબ્દો કહ્યાં હતાં. જોકે આ પછી બંને વચ્ચેના સંબંધોમાં સુધારો થયો હતો.
સ્ટીવ બેનન અને અન્ય ટ્રમ્પ સમર્થકોએ 47મા પ્રેસિડન્ટને ત્રીજી ટર્મ માટે દાવેદારી કરવા ખુલ્લેઆમ હાકલ કરી છે. અમેરિકાના બંધારણના 22મો સુધારો પ્રેસિડન્ટને બે ટર્મથી વધુ ચૂંટણી લડવાની મનાઈ ફરમાવે છે. ટ્રમ્પે જો ત્રીજી ટર્મ માટે પણ ચૂંટણી લડવી હોય તો તેમણે ઉત્તરાધિકારની છટકબારીનો લાભ ઉઠાવવો પડે અથવા 22મા સુધારાને રદ કરવો પડશે.

LEAVE A REPLY