ગૃહ મંત્રાલય દ્વારા આદેશ આપવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી મોક ડ્રીલના એક દિવસ પહેલા, મંગળવાર, 6 મે, 2025 ના રોજ નવી દિલ્હીમાં કનોટ પ્લેસ ખાતે સુરક્ષા કર્મચારીઓ તૈનાત. (PTI Photo/Kamal Kishore)

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો હોવાથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશભરના 244 જિલ્લાઓમાં 7 મે નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ કરવાનો આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકારે ગુજરાત, દિલ્હી, ઉત્તરપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં આવતીકાલે, બુધવારે રાષ્ટ્રવ્યાપી નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ યોજવાની જાહેરાત કરી હતી.

ગૃહ મંત્રાલય (MHA)ના આદેશ અનુસાર, 7 મેના રોજ ગુજરાતના 13 જિલ્લાઓમાં 19 સ્થળોએ નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ યોજાશે. ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ મંગળવારે ગુજરાતના વિવિધ ભાગોમાં મોક ડ્રીલ કરવા માટે અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલા પ્રસ્તાવિત કાર્ય યોજનાની સમીક્ષા કરવા માટે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

આ 19 સ્થળોમાં અમદાવાદ, વડોદરા, સુરત, કાકરાપાર (સુરત), જામનગર, ગાંધીનગર, કચ્છ, ભુજ, નલિયા (કચ્છ), કંડલા (કચ્છ), વાડીનાર (જામનગર), ભાવનગર, ભરૂચ, અંકલેશ્વર (ભરૂચ), ઓખા (દેવભૂમિ દ્વારકા), ડાંગ, મહેસાણા, નર્મદા અને નવસારીનો સમાવેશ થાય છે.

ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર, મોક ડ્રીલ દરમિયાન લેવામાં આવનારા પગલાંમાં હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરનનું સંચાલન, “પ્રતિકૂળ હુમલા”ની સ્થિતિમાં પોતાને બચાવવા માટે નાગરિકોને નાગરિક સંરક્ષણ પાસાઓ પર તાલીમ આપવી અને બંકરો અને ખાઈઓની સફાઈનો સમાવેશ થાય છે.ક્રેશ-બ્લેકઆઉટ પગલાં, મહત્વપૂર્ણ પ્લાન્ટ્સ અને સ્થળોના વહેલા છદ્માવરણ અને ઇવેક્યુએશન પ્લાન સહિતના પગલાંનો સમાવેશ થાય છે. રાજ્યના સુરત, વડોદરા અને કાંકરાપારમાં કેટેગરી વનની સિક્યોરિટી મોક ડ્રિલ થશે. ગુજરાતમાં નાગરિક સુરક્ષા મોકલ ડ્રિલમાં સુરત, વડોદરા અને કાકરાપારને પ્રથમ કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે. બીજી કેટેગરીમાં અમદાવાદ, જામનગર, ભુજ, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંકલેશ્વર, ઓખા, વાડીનારનો સમાવેશ થાય છે, જ્યારે ત્રીજી કેટેગરીમાં ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા, નવસારીનો સમાવેશ થાય છે. આ તમામ સ્થળો પર નાગરિકોને યુદ્ધ દરમિયાન બચવાની ટ્રેનિંગ અપાશે.

આ મોક ડ્રીલમાં નાગરિકોને હવાઈ હુમલાથી બચવાની ટ્રેનિંગ આપવામાં આવશે. નોંધનીય છે કે આવી મોક ડ્રીલ છેલ્લે વર્ષ 1971માં યોજાઇ હતી, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું.

LEAVE A REPLY