કેનેડામાં તાજેતરમાં યોજાયેલી ફેડરલ ચૂંટણીઓમાં ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીનો સફાયો થતાં તેના વડા જગમીત સિંઘને સોમવારે પદ પરથી હટાવવામાં આવ્યા હતા, અને વચગાળાના નેતા પદે એમપી ડોન ડેવિસની પસંદગી કરવામાં આવી હતી. આ જાહેરાત પાર્ટીની નેશનલ કાઉન્સિલની બેઠક પછી કરવામાં આવી હતી.
ઓક્ટોબર 2017માં જગમીત સિંઘને પાર્ટીનું સુકાન સોંપાયું હતું, અને કેનેડામાં તેઓ કોઇ પક્ષના વડા બન્યા હોય તેવા પ્રથમ વિદેશી મૂળના વ્યક્તિ હતા.
દેશમાં 28 એપ્રિલે યોજાયેલી ચૂંટણીઓમાં તેમના નેતૃત્ત્વમાં પાર્ટીની કારમી હાર થઇ હતી, પાર્ટીને અંદાજે 6 ટકા વોટ સાથે ફક્ત સાત બેઠકો મળી હતી, જેને 2021માં 18 ટકા વોટ સાથે 25 બેઠકો મળી હતી. જગમીત સિંઘે પોતે પણ ચૂંટણીમાં કારમા પરાજયનો સામનો કર્યો હતો, તેઓ બ્રિટિશ કોમ્બિયાની બર્નાબી સેન્ટ્રલ બેઠક પર લિબરલ પાર્ટીના વેડ ચેંગ અને કન્ઝર્વેટિવ જેમ્સ યેન પછી ત્રીજા સ્થાને રહ્યા હતા.

LEAVE A REPLY