પહેલગામમાં ત્રાસવાદી હુમલા પછી ભારત પાકિસ્તાન સામે કડક નિયંત્રણો લાદી રહ્યું છે. ભારતે સિંધુ જળ સમજૂતી રદ્ કરતાં પાકિસ્તાનમાં ભય વ્યાપ્યો છે. આ સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મીડિયાના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ‘આપણી નદીઓનું પાણી દાયકાઓથી વિવાદ અને ઝઘડાનો વિષય બની ગયો છે, પરંતુ આપણી સરકારે રાજ્ય સરકારો સાથે મળીને નદીઓને જોડવાનું એક મહાઅભિયાન શરૂ કર્યું છે. કેન-બેતવા લિંક પ્રોજેક્ટ, પાર્વતી-કાલીસિંધ ચંબલ લિંક પ્રોજેક્ટથી લાખો ખેડૂતોને ફાયદો થશે. આજકાલ મીડિયામાં પાણી વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. પહેલા જે પાણી ભારતનું હતું તે પણ બહાર જતું હતું, હવે ભારતનું પાણી ભારતના હકમાં વહેતુ રહેશે અને ભારત માટે જ ઉપયોગી થશે.’
