(@BCCIWomen via PTI Photo)

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે (11 મે) શ્રીલંકામાં ત્રિકોણિયા વન-ડે સીરીઝમાં તિરંગો લહેરાવ્યો હતો. રવિવારની ફાઈનલમાં ભારતે શ્રીલંકાને 97 રને હરાવ્યું હતું.

આર. પ્રેમદાસા ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ ફાઈનલમાં ભારત તરફથી વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 101 બોલમાં 116 રન કર્યા હતા. ભારતે એકંદરે 7 વિકેટે 342નો જંગી સ્કોર ખડકી દીધો હતો. જવાબમાં શ્રીલંકા 48.2 ઓવરમાં 245 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું.

LEAVE A REPLY