સાઉથ ઇન્ડિયાની ફિલ્મોના પીઢ સુપર સ્ટાર કમલ હાસનની પુત્રી શ્રુતિ હાસન પોતાના ભૂતકાળના સંબંધો અંગે જાહેરમાં બેબાક ચર્ચા કરે છે. તાજેતરમાં તેણે અભિનેતા માઈકલ કોરસાલ અને વિઝ્યુઅલ આર્ટિસ્ટ શાંતનુ હજારિકા સાથે ડેટિંગમાં હતી. અનેક બોયફ્રેન્ડ હોવા બાબતે તેને જીવનમાં કોઈ પસ્તાવો નથી. જોકે, તે કહે છે કે, તેણે લોકોની લાગણીને ઠેસ પહોંચાડી છે અને હવે તેમને સોરી પણ કહેતી રહે છે.
કોઈ બાબતે પસ્તાવો થતો હોય તો તે મુદ્દે શ્રુતિ કહ્યું હતું કે, હવે લાગે છે કે મારે તેવું ન કરવું જોઈએ. આ સિવાય કોઈ બાબતે અફસોસ નથી. હું ખરેખર મૂર્ખ હતી. તેમાંથી કેટલાક લોકો મારા માટે ખૂબ કિંમતી છે. ભૂલથી તેમની લાગણી દુભાવી હતી અને હવે તેમને સોરી કહેવામાં મારો ઘણો સમય આપું છું.
એક મીડિયા ઈન્ટરવ્યૂમાં શ્રુતિએ પોતાના સંબંધો અંગે વાત કરતા કહ્યું હતું કે, તે ખૂબ ઝડપથી લોકોથી પ્રભાવિત થઈ જાય છે. દરેકના જીવનમાં એક ખતરનાક ભૂતકાળ હોય છે. જોકે, દરેક પ્રકરણનું સમાપન કોઈ પસ્તાવા વગર કરવામાં તે માને છે. તેથી ઘણાં લોકો જ્યારે પૂછે છે, ઓહ, આ ક્યા નંબરનો બોય ફ્રેન્ડ છે? ત્યારે હું કહું છું, તમે લોકો માત્ર આંકડા ગણો છે. જ્યારે મારા માટે આ પ્રેમમાં મળેલી નિષ્ફળતાનો આંકડો છે. આ પ્રકારના સવાલોથી દુઃખ થવું સ્વાભાવિક છે.
શ્રુતિ હાસનને સંખ્યાબંધ સંબંધોમાં નિષ્ફળતા મળે છે. જો કે આ નિષ્ફળતા બાબતે તેનું માનવું છે કે, એક સાથે બે માણસોમાં પરિવર્તન આવે તેવું શક્ય નથી. સંબંધોમાં હંમેશા સારા અને વફાદાર રહેવાનું પસંદ કર્યું છે. જોકે, આ વાત ખોટી હોત તો લોકોને જવાબ આપવાનું પસંદ કરત નહીં. શ્રુતિ હાસનની છેલ્લી ફિલ્મ વીર સિમ્હા રેડ્ડી હતી. આ ઉપરાંત વોલ્ટેર વીરૈયા, ધ આઈ, હી નૈના અને સાલાર-1માં પણ શ્રુતિ જોવા મળી હતી. અત્યારે તે લોકેશ નાગરાજની કૂલીમાં કામ કરી છે. આ ઉપરાંત સાલાર 2 પણ તે જોવા મળશે.
