ભારતીય એથ્લેટ, ભાલા ફેંકમાં દેશનું નામ સુવર્ણાક્ષરે અંકિત કરાવી ચૂકેલા નીરજ ચોપરાએ દોહા ડાયમંડ લીગમાં ગયા સપ્તાહે 90.23 મીટરના અંતરે જેવેલિન ફેંકી પોતાનો શ્રેષ્ઠ થ્રોનો રેકોર્ડ કર્યો હતો. જો કે, તેના હરીફ જૂલિયન વેબરે 91 મીટરથી વધુના અંતરે ભાલો ફેંકી પ્રથમ ક્રમ હાંસલ કરતાં નીરજને બીજા ક્રમે રહેવાનો સંતોષ માનવો પડ્યો હતો.
90 મીટરથી વધુ દૂર ભાલો ફેંકનારો નીરજ સૌપ્રથમ ભારતીય એથ્લેટ છે.
