India's GDP growth is expected to slow to 7% this year
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

યુનાઇટેડે નેશન્સે 2025 માટે ભારતની આર્થિક વૃદ્ધિદરના અંદાજને ઘટાડી 6.3 ટકા કર્યો છે. જીડીપી વૃદ્ધિના નજીવા ઘટાડાની શક્યતા હોવા થતાં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી આર્થિક વૃદ્ધિ ધરાવતા અગ્રણી દેશોમાં સામેલ રહેશે. ગ્રાહકોના મજબૂત ખર્ચ અને સરકારના ખર્ચને કારણે વૃદ્ધિને ટેકો મળશે.

યુએનએ ગુરુવારે ‘વિશ્વની આર્થિક સ્થિતિ અને સંભાવના 2025’ નામનો એક રિપોર્ટ જારી કર્યો હતો. યુએનના આર્થિક અને સામાજિક બાબતોના વિભાગ (DESA)ના સિનિયર ઇકોનોમિક એફેર્સ ઓફિસર ઇન્ગો પિટર્લેએ જણાવ્યું હતું કે ભારત મજબૂત ખાનગી વપરાશ અને જાહેર રોકાણને કારણે સૌથી ઝડપથી વિકસતા મોટા અર્થતંત્રોમાંનું એક છે. ભારતનું અર્થતંત્ર 2025માં 6.3 ટકા વૃદ્ધિ નોંધાવે તેવી ધારણા છે, જે 2024માં 7.1 ટકા હતી.

યુએસ ટેરિફની ભારત પરની અસર અંગે અહેવાલમાં જણાવ્યું હતું કે તેનાથી મર્ચેન્ડાઇસ નિકાસને અસર થશે. જોકે ફાર્મા, ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર, એનર્જી અને કોપર જેવા ક્ષેત્રોને ટેરિફ માફીને કારણે આર્થિક અસર મર્યાદિત થઈ શકે છે. જોકે આ ટેરિફ માફી કાયમી ન રહેવાની પણ ધારણા છે. ભારતમાં ફુગાવો 2024ના 4.9 ટકાથી ઘટીને 4.3 ટકા થવાનો અંદાજ છે, જે રિઝર્વ બેન્કની ટાર્ગેટ રેન્જમાં છે. રિઝર્વ બેન્કે ફેબ્રુઆરી 2025થી વ્યાજદરમાં ઘટાડો ચાલુ કર્યો છે.

ચીન અંગે રીપોર્ટમાં જણાવ્યું હતું કે નબળા કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ, નિકાસલક્ષી ક્ષેત્રોને વિક્ષેપો અને પ્રોપર્ટી ક્ષેત્રના પડકારને કારણ ચીનનો આર્થિક વૃદ્ધિદર ઘટી 4.6 ટકા થઈ શકે છે. બ્રાઝિલ, મેક્સિકો અને દક્ષિણ આફ્રિકા સહિત બીજા વિકાસશીલ અર્થતંત્રોમાં પણ વૃદ્ધિમાં ઘટાડો થવાની ધારણા છે.

 

LEAVE A REPLY