કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ. (ANI Photo/Sansad TV)

દાહોદ જિલ્લામાં ૭૧ કરોડ રૂપિયાના મનરેગા કૌભાંડમાં ગુજરાતના પ્રધાન બચુભાઈ ખાબડના બે પુત્રોની ધરપકડ થયા બાદ કોંગ્રેસે શુક્રવારે કોર્ટની દેખરેખ હેઠળ સીબીઆઈ તપાસ અને પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ૨૬ મેના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દાહોદની મુલાકાતે આવવાના છે, ત્યારે વિરોધ પક્ષ તેમને મળવા માંગે છે અને ગુજરાતમાં ભાજપ સરકાર હેઠળના ‘ભ્રષ્ટાચાર’ના પુરાવા સોંપવા માંગે છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી ધારા યોજનાઓ સાથે સંબંધિત 71 કરોડ રૂપિયાના કૌભાંડમાં સંડોવણી બદલ પોલીસે બચુ ખાબડના પુત્રો બળવંત અને કિરણની ધરપકડ કરી છે.બચુભાઈ ખાબડ દેવગઢ બારિયા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે તથા રાજ્યના પંચાયત અને કૃષિ રાજ્યપ્રધાન છે.

એક પત્રકાર પરિષદમાં બોલતા ગોહિલે દાવો કર્યો હતો કે જો તપાસ યોગ્ય રીતે કરવામાં આવે તો કૌભાંડમાં સંડોવાયેલી રકમ 400 કરોડ રૂપિયાથી વધુ હશે.”આ કેસ સાબિત કરે છે કે શાસક ભાજપ સાથે સંકળાયેલા લોકો ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે. અમારા પક્ષના દાહોદ યુનિટે કેટલાક RTI કાર્યકરો સાથે મળીને આ કૌભાંડનો ખુલાસો કર્યો હતો, જેના પગલે FIR નોંધવામાં આવી હતી. પીએમ દાવો કરે છે કે તેઓ ભ્રષ્ટાચારના વિરોધી છે. તેથી દાહોદ કોંગ્રેસના નેતાઓ તેમની મુલાકાત દરમિયાન તેમને મળવા અને પુરાવા બતાવવા માંગે છે. બચુભાઈ ખાબડને પ્રધાન પદેથી બરતરફ કરવા જોઈએ કારણ કે એવું શક્ય નથી કે તેઓ તેમના પુત્રોના દુષ્કૃત્યોથી અજાણ હોય.

LEAVE A REPLY