પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતીય મૂળના ફિઝિશિયન બોબી મુક્કામાલાએ અમેરિકન મેડિકલ એસોસિએશનના 180મા પ્રમુખ તરીકે શપથ લીધા છે. આ એસોસિયેશનનું  નેતૃત્વ કરનારા તેઓ પ્રથમ ભારતીય મૂળના ફિઝિશિયન છે.

એસોસિએશનના એક નિવેદનમાં જણાવ્યા અનુસાર, કાન, નાક અને ગળાના નિષ્ણાત – (ઓટોલેરીંગોલોજિસ્ટ)  મુક્કામાલાએ મંગળવારે શપથ લીધા હતાં. મુક્કામાલા વર્ષોથી AMAમાં સક્રિય છે અને સંસ્થાના સબસ્ટન્સ યુઝ એન્ડ પેઇન કેર ટાસ્ક ફોર્સના વડા છે.

તેમણે તેમના વતન મિશિગનના ફ્લિન્ટમાં પાણીની કટોકટીનો સામનો કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમના માતાપિતા 1970ના દાયકાની શરૂઆતમાં ભારતથી સ્થળાંતર કર્યા પછી ફ્લિન્ટમાં સ્થાયી થયા હતા. મુક્કામાલા યુનિવર્સિટી ઓફ મિશિગન મેડિકલ સ્કૂલમાંથી સ્નાતક થયા હતાં.

LEAVE A REPLY