ઇંગ્લેન્ડ સામે શુક્રવાર, 20 જૂનથી ચાલુ થયેલી પહેલી ટેસ્ટના પહેલા દિવસે ચાના સમયે યશસ્વી જયસ્વાલના અણનમ 100 રન અને શુભમન ગિલના અણનમ 58 રનની મદદથી ભારતે 2 વિકેટે 215 રન બનાવ્યા હતા.
જયસ્વાલે ૧૪૪ બોલમાં ૧૬ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી, જ્યારે ગિલે ૭૪ બોલમાં ૫૮ રન બનાવ્યાં હતાં. બંનેએ ત્રીજી વિકેટ માટે ૧૨૩ રનની ભાગીદારી નોંધાવી હતી.
ભારતે પહેલા સત્રના અંતમાં સતત બે વિકેટ ગુમાવી દીધી હતી, જેમાં કેએલ રાહુલ (૪૨) અને ડેબ્યુ કરનાર બી સાઈ સુદર્શન (૦) લંચ બ્રેક પહેલા જ આઉટ થઈ ગયાં હતાં.રાહુલ (૪૨) અને જયસ્વાલે શરૂઆતના સત્ર દરમિયાન લગભગ સંપૂર્ણ બેટિંગ કરતા ૯૧ રનની મજબૂત ભાગીદારી નોંધાવી હતી.
શુક્રવારે લીડ્સમાં એન્ડરસન-તેંડુલકર ટ્રોફી માટે પાંચ મેચની શ્રેણીની શરૂઆતની ટેસ્ટમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ભારત સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે ડાબા હાથના બેટ્સમેન બી સાઈ સુધરસનને ટેસ્ટ ડેબ્યૂ કરાવ્યું હતું, જ્યારે અનુભવી મિડલ ઓર્ડર બેટ્સમેન કરુણ નાયર અને ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું હતું.
ભારત: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, બી સાઈ સુધરસન, શુભમન ગિલ (સી), ઋષભ પંત (વિકેટમેન), કરુણ નાયર, શાર્દુલ ઠાકુર, રવીન્દ્ર જાડેજા, પ્રસિદ્ધ કૃષ્ણ, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ.
ઈંગ્લેન્ડ: ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોશ ટંગ, શોએબ બશીર.
