
આદિત્ય બિરલા ગ્રુપની મેટલ કંપની હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ મંગળવારે જણાવ્યું હતું કે તે યુએસ સ્થિત એલ્યુકેમ કંપનીઝ ૧૨૫ મિલિયન ડોલર (રૂ.૧,૦૭૫ કરોડ)ના સંપૂર્ણપણે રોકડ સોદામાં હસ્તગત કરશે.
નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું અનુસાર એલ્યુકેમ કંપનીની ખરીદી એક વ્યૂહાત્મક પગલું છે જેનો હેતુ સ્પેશિયાલિટી એલ્યુમિના અને એલ્યુમિના પ્રોડક્ટ ક્ષેત્રમાં વૈશ્વિક હાજરીમાં વધારો કરવાનો છે. આ સંપાદન હિન્દાલ્કોની સંપૂર્ણ માલિકીની કંપની આદિત્ય હોલ્ડિંગ્સ દ્વારા કરાશે. આ સોદો આગામી ક્વાર્ટરમાં પૂરો થવાની ધારણા છે.
એલુકેમ કંપની સ્પેશિયાલિટી એલ્યુમિનાનું ઉત્પાદન કરે છે. એલ્યુકેમ ઓહિયો અને અરકાનસાસમાં ત્રણ અદ્યતન પ્લાન્ટ ધરાવે છે અને તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 60,000 ટનની છે. તેથી આ એક્ઝિવિઝનથી નોર્થ અમેરિકામાં હિન્દાલ્કોની હાજરીમાં વધારો થશે. હિન્દાલ્કો હાલમાં ૫,૦૦,૦૦૦ ટન સ્પેશિયાલિટી એલ્યુમિનાની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે અને નાણાકીય વર્ષ ૨૦૩૦ સુધીમાં તેને ૧૦ લાખ ટન સુધી વધારવાની યોજના ધરાવે છે.
