ચીનની સેનામાં મોટો બળવો થયો છે. આ સ્થિતિમાં પ્રેસિડેન્ટ શી જિનપિંગે હવે નવીના વડા સહિત તેમના એક ટોચના ન્યુક્લિયર સાયન્ટિસ્ટને પદ પરથી હટાવ્યા છે. આ પગલાથી પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના અન્ય અધિકારીઓમાં પણ તણાવનું વાતાવરણ છે. ચીનમાં છેલ્લા ઘણા મહિનાઓથી ટોચના સેના અધિકારીઓને હટાવાઇ રહી છે. શી જિનપિંગે અગાઉ પણ ઘણા સેનાના ટોચના અધિકારીઓને ભ્રષ્ટાચાર, અવિશ્વસનીય વર્તન અને દુર્વ્યવહારના આક્ષેપોને કારણે દૂર કર્યા હતા.
પ્રેસિડેન્ટ જિનપિંગે નેવીના વડા અને એક વરિષ્ઠ ન્યુક્લિયર વૈજ્ઞાનિકને નેશનલ પીપલ્સ કોંગ્રેસ (NPC)માંથી હટાવ્યા છે. આ પગલાં PLA અને ચીનના સંરક્ષણ ઉદ્યોગમાં ચાલી રહેલા વિશાળ શિસ્તભંગ વિરોધી અભિયાનનો ભાગ માનવામાં આવે છે. NPCની સ્થાયી સમિતિએ જણાવ્યું હતું કે નેવી સર્વિસમેન કોંગ્રેસે લી હાનજૂનને 14મી નેશનલ પીપલ્સ કોંગ્રેસના પ્રતિનિધિપદ પરથી હટાવ્યા છે તેમ જ ગાંસૂ પ્રાંતની પીપલ્સ કોંગ્રેસે લિયુ શિપેંગને NPCના ઉપપ્રતિનિધિપદ પરથી દૂર કર્યા છે.
NPCની સભ્યપદમાંથી હટાવવાનો અર્થ છે કે હવે લી અને લિયુ સામે ગંભીર શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે. ચીન સામાન્ય રીતે તેના સૈનામાં ચાલી રહેલી આંતરિક કાર્યવાહી અંગે જાહેરમાં વધુ માહિતી આપતું નથી, પરંતુ NPCની જાહેરાતો આવાં પગલાં માટે સંકેતરૂપ ગણાય છે.
