અમદાવાદમાં એર ઇન્ડિયાની લંડનની ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થયા પછી તેનું બ્લેક બોક્સ મળી આવ્યું હતું. હવે બોક્સનો ડેટા ડાઉનલોડ થઈ ગયો છે. હવે ખબર પડશે કે એર ઈન્ડિયાની ફ્લાઇટ AI 171 કેવી રીતે ક્રેશ થઇ હતી. હાલમાં, નિષ્ણાતો ડેટાને રીકવર કરી રહ્યા છે. ડેટાની તપાસ કર્યા પછી, નિષ્ણાતો તે અંગે કંઇ જણાવી શકશે.
ફલાઇટે ઉડાન ભર્યા પછી વિમાન બીજે મેડિકલ કોલેજની છત પર પડ્યું હતું. કસ્માત પછી, સુરક્ષા દળ ઘટનાસ્થળે પહોંચી ગયું અને બચાવ કાર્ય શરૂ કર્યું. આ સમય દરમિયાન, હોસ્ટેલની છત પર બ્લેક બોક્સ મળી આવ્યું હતું. ત્યારબાદ તેને કબજે કરીને દિલ્હી મોકલવામાં આવ્યું હતું અને ત્યાં ડેટા ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી.
આ ઘટનામાં, સરકારના જણાવ્યા મુજબનું કહેવું છે કે કોકપીટ વાયર રેકોર્ડર (CVR) અને ફ્લાઇટ વોઇસ રેકોર્ડર (FDR) ડેટા વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. અકસ્માતની જાણ થયા પછી વિમાનોની સુરક્ષા વધારવામાં આવશે.
એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB)ના ડાયરેક્ટર જનરલના નેતૃત્વમાં સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને બ્લેક બોક્સની તપાસ કરવામાં આવી રહી છે. તેનો ડેટા AAIBની દિલ્હીસ્થિત લેબમાં રીકવર કરવામાં આવ્યો છે. સરકારે સ્પષ્ટતા કરી હતી કે બ્લેક બોક્સની તપાસ કરનારી ટીમ આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર બનાવવામાં આવી છે. AAIB ના ડાયરેક્ટર જનરલની ટીમમાં યુએસ NTSB ના ટેકનિકલ નિષ્ણાતો, એક એવિએશન મેડિકલ એક્સપર્ટ અને ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (ICAO) ના નિયમો અનુસાર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) અધિકારીનો પણ સમાવેશ થાય છે.

LEAVE A REPLY