Gujarat High Court lawyers on strike over judge transfer
(istockphoto.com)

ગુજરાત હાઈકોર્ટમાં એક કેસની વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન ટોયલેટ સીટ પરથી હાજરી આપતો એક વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટના 20 જૂનના રોજ બની હતી  જસ્ટિસ નિરઝર એસ દેસાઈ એક કેસની સુનાવણી કરી રહ્યાં હતાં ત્યારે આ શરમજનક ઘટના બની હતી.

પીળા રંગની ટી-શર્ટ પહેરેલા એક માણસે મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને લોગ ઇન કર્યું હતું અને સ્ક્રીન પર તેનું નામ ‘સમાદ બેટરી’ લખેલું હતું. વીડિયો લિંક દ્વારા કાર્યવાહીમાં હાજરી આપતી વખતે તે ટોઇલેટ સીટ પર બેઠો હતો.

કોવિડ-૧૯ મહામારી પછી ગુજરાત હાઈકોર્ટે વકીલો અને અરજદારો બંનેને વર્ચ્યુઅલ મોડ દ્વારા સુનાવણીમાં જોડાવાની મંજૂરી આપી છે, અને દરેક સુનાવણીની કાર્યવાહી કોર્ટની યુટ્યુબ ચેનલ દ્વારા લાઈવ પ્રસારિત કરવામાં આવે છે.

લગભગ એક મિનિટ લાંબા આ ટૂંકા વિડીયોમાં દેખાય છે કે તે વ્યક્તિએ મોબાઈલ ફોન ટોઇલેટના ફ્લોર પર રાખ્યો હતો અને કેમેરો તેની સામે હતો. ટોઇલેટમાં પોતાનું કામ પૂરું કર્યા પછી, તેને ફોન ઉપાડ્યો અને ચાલ્યો ગયો હતો. જસ્ટિસ દેસાઈએ દેખીતી રીતે તેની ક્રિયાઓ કે આસપાસના વાતાવરણ પર ધ્યાન આપ્યું ન હતું.

વાયરલેસ ઇયરફોન પહેરેલો તે જ વ્યક્તિ લાઇવસ્ટ્રીમમાં પાછળથી ફરીથી લોગ ઇન કરે છે અને પોતાના વારાની રાહ જોવે છે.  લગભગ દસ મિનિટ પછી, જસ્ટિસ દેસાઈએ તેનું નામ પૂછ્યું અને તેને પોતાનું નામ અબ્દુલ સમદ તરીકે આપ્યું, જે સુરતના કીમ ગામના રહેવાસી અને હુમલાના કેસમાં ફરિયાદી છે.

 

LEAVE A REPLY