ગુજરાતમાં ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ થયા પછી સોમવાર, 30 જૂન સુધીમાં રાજ્યના 13 ડેમ સંપૂર્ણપણ ભરાઈ ગયાં હતાં અને 19 ડેમ હાઇએલર્ટ પર હતાં. 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર વધી 46.21 ટકા થયું હતું.
મધ્યપ્રદેશમાં સતત વરસાદ વરસતા ગુજરાતની જીવાદોર સમાન નર્મદા ડેમમાં જળસ્તર વધીને 118.08 મીટર થયું હતું અને ચાર પાવર સ્ટેશન ચાલુ થયાં હતાં. નર્મદાની મુખ્ય કેનાલમાં 12200 ક્યુસેક પાણી છોડવાનું ચાલુ કરાયું હતું. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. સૌરાષ્ટ્રમાંથી 10, મધ્ય ગુજરાત-દક્ષિણ ગુજરાત-કચ્છમાંથી 1-1 જળાશય સંપૂર્ણ ભરાઈ ગયાં હતાં.
