અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ વૈશ્વિક ટેરિફ પરના 90 દિવસના વિરામને લંબાવવાની કોઇ યોજના ધરાવતા નથી. વૈશ્વિક ટેરિફ વિરામ પરનો આ સમયગાળો 9 જુલાઇએ પૂરો થઈ રહ્યો છે ત્યારે ટ્રમ્પે આ સ્પષ્ટતા કરી હતી.
ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ આ વિરામને લંબાવવાની કોઇ યોજના ધરાવતા નથી. તેની કોઇ જરૂરિયાત લાગતી નથી. તેમનું વહીવટીતંત્ર દેશોને નોટિફાઈ કરશે કે જ્યાં સુધી અમેરિકા સાથે સોદા ન થાય ત્યાં સુધી વેપાર દંડ લાગુ થશે. નજીક આવતી સમયમર્યાદા પહેલા ટૂંકસમયમાં આવો પત્રો જારી કરાશે. આ પત્રોમાં લખેલું હશે અભિનંદન, અમે તમને અમેરિકામાં વેપાર કરવાની મંજૂરી આપી રહ્યા છીએ, તમારે 25% ટેરિફ, અથવા 35%, અથવા 50% અથવા 10% ચૂકવવા પડશે.
