(ANI Photo)

બૌદ્ધ ધર્મના સર્વોચ્ચ ધર્મગુરૂ દલાઈ લામા 6 જુલાઈ 2025ના રોજ 90 વર્ષના થઈ રહ્યાં છે ત્યારે તેમના ઉપરાધિકારીની ચર્ચાએ વેગ મળ્યો છે. દલાઇ લામાએ જણાવ્યું હતું કે તેઓ પોતે તેમના ઉત્તરાધિકારીની પસંદગી કરી કરશે નહીં, પરંતુ દલાઈ લામાની પરંપરાગ ચાલુ રહેશે. ઉત્તરાધિકારીની પસંદ કરવાનો એકમાત્ર અધિકાર સ્વતંત્ર અને મુક્ત તિબેટીયનોને જ છે. તેમાં ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની કોઈપણ ભૂમિકા રહેશે નહીં.

દલાઇ લામાએ એક નિવેદનમાં જણાવ્યુ હતું કે છેલ્લા 14 વર્ષથી તેમને તિબેટ, રશિયા, મોંગોલિયા અને ચીનમાંથી પણ મારા ઉત્તરાધિકારી પસંદ કરવા વિનંતી થઈ રહી છે. ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૧ના દિને જ મેં જણાવ્યું હતું કે તિબેટીયનોનાં બનેલા એકમાત્ર ગાડેન ફોટ્રાંગ ટ્રસ્ટને જ ભાવિ ‘દલાઈ લામા’ પસંદ કરવાનો અધિકાર છે. તેઓ પરંપરાને અનુલક્ષીને તે પ્રક્રિયા પૂરી કરશે.

વર્તમાન દલાઈ લામા ભારતમાં રહેતા હોવા છતાં ચીને તિબેટમાં પોતાનાં ‘દલાઈ-લામા’ને તે પદ ઉપર મૂકી દીધા છે. આ અંગે વિશ્વભરના બૌદ્ધોનો વિરોધ છે. તેઓ કહે છે કે, વર્તમાન દલાઈ લામા જ અમારા મુખ્ય ધર્મગુરૂ છે અને તેઓનાં મંતવ્ય પ્રમાણે જ નક્કી કરાયેલા ‘દલાઈ લામા’ને સ્વીકારીશું અને ઠોકી બેઠેલા દલાઈ લામાને નહીં.

LEAVE A REPLY